નવી દિલ્હીઃ 2000 Rupees Note Use: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બે હજાર રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કર્યા બાદ લોકો પોતાની પાસે રહેલી આ મૂલ્ય વર્ગની નોટોનો ઉપયોગ મુખ્ય રીતે ઈંધણ, આભૂષણ અને કરિયાણાનો સામાન ખરીદવા માટે કરી રહ્યાં છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે. ગંતવ્ય આધારિત સોશિયલ નેટવર્ક પબ્લિક એપ તરફથી અખિલ ભારતીય સ્તર પર કરવામાં આવેલા સર્વે અનુસાર 55 ટકા લોકોએ બેન્કમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની યોજના બનાવી રહ્યાં છે, જ્યારે 23 ટકા લોકો તેને ખર્ચ કરવા અને 22 ટકા લોકો તેને બેન્કમાં બદલાવવા માટે તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2000 ની નોટ પરત લેવાની થઈ હતી જાહેરાત
આરબીઆઈએ 19 મેએ 2000 રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાત કરી હતી. પરંતુ લોકોને આ નોટ પોતાના ખાતામાં જમા કરવા કે બેન્કમાં બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ 15 જૂને ઓપન થશે વધુ એક IPO,પ્રાઇઝ બેન્ડ 100 રૂપિયા, જાણો GMP


2 સપ્તાહમાં લગભગ અડધી નોટ આવી ગઈ પરત
આરબીઆઈએ હાલમાં કહ્યું હતું કે લગભગ બે સપ્તાહમાં ચલણમાં હાજર 2 હજાર રૂપિયાની અડધી નોટ પરત આવી ચુકી છે. આ સર્વેમાં 22 રાજ્યના 1 લાખથી વધુ લોકોનો મત જાણવામાં આવ્યો છે. સર્વેમાં કહેવામાં આવ્યું કે 2 હજાર રૂપિયાની નોટને લોકો પેટ્રોલ અને ડીઝલ, સોના અને આભૂષણ તથા ઘરમાં જરૂરીયાતનો સામાન ખરીદવા માટે ખર્ચ કરી રહ્યાં છે. 


નોટ બદલવામાં કોઈ સમસ્યા નથી
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને તેમની નોટો બદલવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તો 61 ટકા ઉત્તરદાતાઓએ દાવો કર્યો કે તેમને પ્રક્રિયામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. કેરળમાં 75 ટકા લોકોએ આ વાત કહી. તે જ સમયે, આંધ્રપ્રદેશમાં 53 ટકા અને તમિલનાડુમાં 50 ટકા લોકોએ કહ્યું કે તેમને નોટ બદલવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. બીજી તરફ 42 ટકા લોકોએ કહ્યું કે સ્થાનિક લોકોએ તેમની પાસેથી આ નોટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.


આ પણ વાંચોઃ ₹11 નો શેર વધીને આજે ₹100000 પર પહોંચી ગયો, 10 હજારના રોકાણના બનાવી દીધા 9 કરોડ


સર્વેમાં થયો આ ખુલાસો
સર્વેમાં સામેલ 51 ટકા લોકોનો મત છે કે તેને નોટ બદલાવવા માટે વધુ સમય મળવો જોઈએ. તો 44 ટકાનું કહેવું હતું કે નોટ બદલવાની દૈનિક મર્યાદા 20,000 રૂપિયાથી વધુ હોવી જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube