પત્નીને સાથે રાખી જોઈન્ટમાં લો હોમ લોન, થશે મોટો ફાયદો, 7 લાખ સુધીનો બચી જશે ટેક્સ, જાણો વિગત
જો તમે સંયુક્ત હોમ લોનમાં મહિલા સહ-અરજદાર (માતા, પત્ની અથવા બહેન) બનાવો છો, તો તમને થોડા ઓછા વ્યાજ દરે લોન મળશે. જો લોન સસ્તી હશે તો તમારી EMI પણ થોડી ઓછી થઈ શકે છે.
નવી દિલ્હીઃ જો તમે હોમ લોન લેવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા કામના છે. હોમ લોન લેવા સમયે પત્નીને પણ સામેલ કરો. પત્નીની સાથે જોઈન્ટ હોમ લોન (Joint Home Loan) લેવાથી ઘણા ફાયદા મળે છે. તેનાથી ઓછા વ્યાજદર પર હોમ લોન મળી જાય છે અને તેની અસર EMI પર પણ પડે છે. આ સિવાય તમે ઈનકમ ટેક્સમાં પણ બચત કરી શકો છો. તેનાથી તમે ડબલ બચત કરી શકો છો.
જો તમે સંયુક્ત હોમ લોનમાં મહિલા સહ-અરજદાર (માતા, પત્ની અથવા બહેન) બનાવો છો, તો તમને થોડા ઓછા વ્યાજ દરે લોન મળશે. જો લોન સસ્તી હશે તો તમારી EMI પણ થોડી ઓછી થઈ શકે છે. ચાલો જાણીએ કે હોમ લોનમાં પત્નીને સામેલ કરવાથી શું ફાયદા થાય છે.
મળી શકે છે સસ્તી હોમ લોન
સામાન્ય રીતે બેન્ક ચોક્કસ વ્યાજ દરો પર હોમ લોન આપે છે. પરંતુ જ્યારે કો-એપ્લિકેન્ટ મહિલા હોય તો વ્યાજદરમાં છૂટ મળે છે. કો-એપ્લિકેન્ટ પર તમારી પત્ની, બહેન કે માતાને સામેલ કરી વ્યાજદરમાં 0.05 ટકા (5 બેસિસ પોઈન્ટ્સ) ની છૂટ મળી શકે છે. પરંતુ તેનો ફાયદો લેવા માટે મહિલાને પ્રોપર્ટી પર ખુદ કે સંયુક્ત રીતે માલિકાના અધિકાર હોવો જોઈએ.
આ પણ વાંચોઃ ઓગસ્ટ મહિનામાં જોરદાર કમાણી કરાવી શકે છે આ 5 Stocks,જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
7 લાખ સુધી ટેક્સમાં પણ થશે બચત
સંયુક્ત હોમ લોનમાં આવકવેરા પર પણ ફાયદો મળે છે. સંયુક્ત હોમ લોન માટે અરજી કરવા પર લોન લઈ રહેલી બંને વ્યક્તિ અલગ-અલગ ઈનકમ ટેક્સ બેનિફિટનો ફાયદો લઈ શકે છે. પત્નીની સાથે જોઈન્ટ હોમ લોન લેવા પર તમને ટેક્સમાં ડબલ ફાયદો થશે. પ્રિન્સિપલ અમાઉન્ટ પર તમે બંને 1.5-1.5 લાખ રૂપિયા એટલે કે કુલ 3 લાખ રૂપિયા 80C હેઠળ ક્લેમ કરી શકો છો.
તે જ સમયે, બંને કલમ 24 હેઠળ વ્યાજ પર 2 લાખ રૂપિયાના કર લાભનો દાવો કરી શકે છે. જો આ રીતે જોવામાં આવે તો તમે કુલ ટેક્સમાં 7 લાખ રૂપિયા સુધીની બચત કરી શકો છો. જો કે, તે તમારી હોમ લોનની રકમ પર પણ નિર્ભર રહેશે.