નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. આજે પેટ્રોલ પ્રતિ લીટર સાત પૈસા અને ડીલ પાંચ પૈસા સસ્તું થયું છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 78.35 અને ડીઝલની 69.25 રૂ. પ્રતિ લીટર છે. મુંબઈમાં આજે પણ પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 86 રૂ. કરતા વધારે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં છેલ્લા ચાર દિવસથી કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે બુધવારે જ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે કાચા તેલની કિંમત તેલ કંપની જ નક્કી કરે છે અને એમાં સરકારનો કોઈ રોલ નથી. ગઈ કાલે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટરે 1 પૈસાનો ઘટાડો થતા વ્યંગનો દોર શરૂ થઈ ગયો હતો જેના પગલે પેટ્રોલિમય મંત્રીએ આ સ્પષ્ટતા કરી હતી. કેરળમાં શુક્રવારથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટરે એક રૂ.નો ઘટાડો કરવામાં આવશે. આમ, કેરળ દેશનું એવું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં પેટ્રોલ અને ડીઝલની કિંમત રાજ્ય સરકારે ઘટાડી છે. 


જો કરતા હો ઓનલાઇન શોપિંગ તો ખાસ વાંચો આ સમાચાર


પેટ્રોલ ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે બુધવારે તેલ કંપનીઓએ મામૂલી ભાવ ઘટાડો કર્યો છે. પરંતુ તેનાથી સામાન્ય માણસોને કોઈ બહુ ફાયદો થશે નહીં. એવા અહેવાલો આવી રહ્યાં છે કે મોદી સરકાર પાસે ઓફર છે કે તેઓ પેટ્રોલ 23 રૂપિયા 35 પૈસા સુધી અને ડીઝલ 21 રૂપિયા સુધી સસ્તુ કરી શકે છે. દુનિયાના સૌથી મોટા ક્રુડ ઓઈલ ભંડાર ધરાવતા દેશ વેનેઝુએલાએ આ ઓફર ભારત સરકારને આપી છે. જો મોદી સરકાર વેનેઝુએલાની આ ઓફરનો સ્વીકાર કરી લે તો દેશમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવો પર સ્થાયી બ્રેક લાગી શકે છે. જો કે આ ઓફર પર છેલ્લો નિર્ણય PMOએ લેવાનો છે. દુનિયાના સૌથી મોટા ક્રુડ ઓઈલ ભંડાર ધરાવતા દેશ વેનેઝુએલાએ જણાવ્યું છે કે ભારત ક્રુડ ઓઈલની આયાત માટે જો તેની કરન્સી પેટ્રોને યુઝ કરે તો તે તેને ઓછામાં ઓછા 30 ટકા સસ્તુ  તેલ આપવા માટે તૈયાર છે. વેનેઝુએલાએ હાલમાં જ ન્યૂ બ્લોકચેન ટેક્નોલોજી આધારિત કરન્સી પેટ્રો લોન્ચ કરી છે. ભારત જો વેનેઝુએલાની ઓફર માટે તૈયાર થઈ જાય તો આ ઓફરનો ઘણો લાભ મળી શકે છે.