પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી ઘટાડો, આ રહ્યો આજનો ભાવ
છેલ્લા 10 દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પ્રવર્તી રહેલી તેજી પર ગુરુવારે લગામ લાગી ગઈ છે. દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલની કિંમતમાં 6 પૈસા અને ડીઝલની કિંમતમાં 6 પૈસાનો ઘટાડો થયો છે.
નવી દિલ્હી : છેલ્લા 10 દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પ્રવર્તી રહેલી તેજી પર ગુરુવારે લગામ લાગી ગઈ છે. દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલની કિંમતમાં 6 પૈસા અને ડીઝલની કિંમતમાં 6 પૈસાનો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 71.80 રૂપિયા અને ડીઝલની કિંમત 66.63 રૂપિયા પ્રતિ લીટરના સ્તર સુધી પહોંચી ગઈ છે. લોકસભામાં ચૂંટણીનું વોટિંગ થઈ ગયા પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. 28 અને 29 મેના દિવસે પેટ્રોલની કિંમત સ્થિર રહી ગયા પછી 30 મેના દિવસે એમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલની કિંમતમાં લગભગ 83 પૈસાની તેજી જોવા મળી હતી.
ગુરુવારે સવારે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઇમાં 6 પૈસાના ઘટાડા સાથે પેટ્રોલની કિંમત ક્રમશ: 71.80 રૂપિયા, 77.38 રૂપિયા, 73.84 રૂપિયા અને 74.5 રૂપિયાના સ્તર પર આવી ગઈ. બીજી તરફ ડીઝલની કિંમતમાં પણ 6 પૈસાનો ઘટાડો થયો અને એની કિંમત દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઇમાં ક્રમશ: 66.63 રૂપિયા, 69.79 રૂપિયા, 68.36 રૂપિયા અને 70.41 રૂપિયાના સ્તર પર આવી ગઈ. એનસીઆરમાં ગુરુગ્રામમાં પેટ્રોલ 71.89 રૂપિયા અને નોઇડામાં 71.37 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આ પહેલાં બુધવારે પેટ્રોલની કિંમત સ્થિર રહી હતી.
શહેર પેટ્રોલ/લીટર ડીઝલ/લીટર
દિલ્હી ₹71.80 ₹66.63
મુંબઈ ₹77.38 ₹69.79
કોલકાતા ₹73.84 ₹68.36
ચેન્નાઇ ₹74.50 ₹70.41
નોઇડા ₹71.37 ₹65.68
ગુરુગ્રામ ₹71.89 ₹65.76
સ્થાનિક ઓઇલ કંપની દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા કરે છે અને નવા ભાવ સવારે 6 વાગ્યાથી પેટ્રોલ પંપો પર લાગૂ થાય છે. ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવના આધારે ઘરેલૂ કિંમતો નક્કી કરે છે. તેના માટે 15 દિવસની સરેરાશ કિંમતને આધાર બનાવવામાં આવે છે. આ ઉપરાંત રૂપિયો અને ડોલરના વિનિમય દરથી ઓઇલના ભાવ પ્રભાવિત થાય છે.