GST Council ની બેઠક આજે, Petrol-Diesel ને જીએસટી હેઠળ લાવવાનો કરી શકે છે નિર્ણય
GST Council ની 45મી બેઠક આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યોજાશે. સવારે 11 વાગે યોજાનાર આ બેઠકની અધ્યક્ષતા નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) કરશે. બેઠકમાં તમામ રાજ્યોના નાણામંત્રી ભાગ લેશે
લખનઉ: GST Council ની 45મી બેઠક આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યોજાશે. સવારે 11 વાગે યોજાનાર આ બેઠકની અધ્યક્ષતા નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) કરશે. બેઠકમાં તમામ રાજ્યોના નાણામંત્રી ભાગ લેશે. GST કાઉન્સિલની આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે. જેની અસર વેપારીઓથી માંડીને સામાન્ય વ્યક્તિ પર પડશે.
પેટ્રોલ-ડીઝલને GST માં લાવવા પર વિચાર!
પેટ્રોલ-ડીઝલને GST માં લાવવા અંગે ફરી એકવાર ચર્ચાએ જોર પડ્ક્યું છે. આવતીકાલે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલિયમ ઉત્પાદનોને GST ના દાયરામાં લાવવા પર ચર્ચા થઇ શકે છે. જોકે GST સિસ્ટમમાં જો કોઇ પણ ફેરફાર કરવો હોય તો તેમાં પેનલના ત્રણ ચર્તૃંથાંશથી એપ્રૂવલની જરૂર હોય છે. તેમાં તમામ રાજ્યો અને ક્ષેત્રોના પ્રતિનિધિઓ સામેલ થશે. જોકે આ પ્રસ્તાવમાંથી કેટલાક ફ્યૂલને જીએસટીમાં સામેલ કરવાનો વિરોધ કર્યો છે કારણ કે તેમનું કહેવું છે કે એવામાં જ કેંદ્ર સરકારને એક મુખ્ય આવક વધારનાર ટૂલ સોંપવામાં આવશે.
જન્મદિવસ વિશેષઃ વડનગરથી પ્રધાનમંત્રી આવાસ સુધી, અનેક સંઘર્ષોથી ભરેલું છે નરેન્દ્ર મોદીનું જીવન
ફૂડ ડિલિવરી એપ્સ પર GST!
ફૂડ ડિલિવરી એપ્સ Zomato, Swiggy જેવા ક્લાઉડ કિચનથી ભોજન મંગાવવા પર GST લગાવવા પર કાઉન્સિલમાં વિચાર થઇ શકે છે. કમિટિના ફિટમેંટ પેનલે કાઉન્સિલથી ફૂડ ડિલિવરી એપ્સને ઓછામાં ઓછા 5 ટકા GST ના દાયરામાં લાવવાની ભલામણ કરી છે કે ફૂડ એગ્રીગેટરને ઇ-કોમર્સ ઓપરેટ ગણવામાં આવે. એવામાં Swiggy, Zomato થી ઓનલાઇન ભોજન મંગાવવું તમને મોંઘુ પડી શકે છે.
કચરાના નિકાલ માટે HDFC Bank એ કરાર કર્યો, શહેરમાં સ્વચ્છતા કેન્દ્ર સ્થાપવા માટે ફાળવ્યા આટલા કરોડ
GST e-portal ને લઇને જાહેરાત!
આ ઉપરાંત GST કંપ્લાયન્સ સંબંધિત અને કોમન GST e-portal ને લઇને પણ જાહેરાત કરવામાં આવી શકે છે. સાથે જ ફાર્મા સેક્ટર સાથે જોડાયેલી કેટલાક એલાનની સંભાવના છે. GST રાજ્યોને મળનાર કંપનસેશન સેસને 2022 ને આગળ વધારવા પર વિચાર કરી શકે છે. આ બેઠકમાં કોવિડ 19 સંબંધિત જરૂરી સામાનો પર રાહત દરની સમીક્ષા પણ થઇ શકે છે. COVID સામે લડવા માટે ઘણી પ્રોડક્ટસ અને સર્વિસિઝ પર GST પર આપવામાં આવનાર રાહતને પણ આગળ વધારી શકાય છે. એટલે કે આ બેઠક સામાન્ય જનતા માટે પણ ઘણા મુદ્દા મહત્વપૂર્ણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube