અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારાએ માઝા મુકી છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો નોંધાયો છે. જેમાં પેટ્રોલમાં 28 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 22 પૈસા પ્રતિ લિટર નોંધાયો છે. મહાનગરોમાં ભાવવધારાની અસરને પગલે જનજીવન પર અસર જોવા મળી હતી. પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારાને પગલે લોકોનો આક્રોશ સામે આવી રહ્યો છે. અમદાવાદ, વડોદરા,સુરત,રાજકોટ સહિત મહાનગરોમાં પેટ્રોલનાં ભાવવધારાથી સામાન્ય માણસની જિંદગી પર અસર જોવા મળી હતી. અને મોંઘવારીમાં વધારો થતાં લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો હતો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દિવસે ને દિવસે રેકોર્ડ બની રહ્યો છે. શુક્રવારે પણ રાજધાની દિલ્હી સહિત અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ 28 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 81.28 પ્રતિ લીટરે પહોંચી ગયું. તો બીજી તરફ ડીઝલના ભાવમાં પણ 22 પૈસાનો વધારો નોંધાયો. જેથી ડીઝલના ભાવ શુક્રવારે વધીને 73.30 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા.


અમદાવાદ
પેટ્રોલ    -    80.42
ડીઝલ    -    78.66

વડોદરા
પેટ્રોલ    -    80.13
ડીઝલ    -    78.38

સુરત
પેટ્રોલ    -    80.42
ડીઝલ    -    78.68


રાજકોટ
પેટ્રોલ    -    80.29
ડીઝલ    -    78.54
 



ગુરૂવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવે રેકોર્ડ તોડી દીધો છે. દિલ્હીમાં પેટ્રોલના ભવમાં 13 પૈસા વધારો થયો, જ્યારે ડીઝલના ભાવમાં રેટમાં 11 પૈસાનો વધારો થયો. આ પ્રકારે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્રમશ: 81 રૂપિયા પ્રતિ લીટર અને 73.08 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા. બીજી તરફ આર્થિક રાજધાની મુંબઇમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા અને પેટ્રોલના ભાવ 88.39 રૂપિયા પ્રતિ લીટર (13 પૈસાનો વધારો), જ્યારે ડીઝલ 77.58 રૂપિયા પ્રતિ લીટર (11 પૈસાનો વધારો) થઇ ગયો છે.


મુંબઇમાં 900 રૂપિયાની નજીક પહોંચ્યો ભાવ
શુક્રવારે મુંબઇમાં પેટ્રોલના ભાવમાં વધારો યથાવત રહ્યો. અહીં શુક્રવારે પેટ્રોલના ભાવમાં 28 પૈસા પ્રતિ લીટરે વધારો થયો. જેથી અહીં પેટ્રોલ 88.67 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું. તો બીજી તરફ ડીઝલ 24 પૈસાના વધારા સાથે શુક્રવારે 77.82 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. 


આ છે ભાવ વધારાનું કારણ
તમને જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરના મુકાબલે રૂપિયો નબળો અને ક્રૂડ ઓઇલના વધરાત ભાવથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવના લીધે ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. 


ભાવ ઘટવાની આશા નહી
વિશેષજ્ઞોનું માનીએ તો આગામી સમયમાં ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચશે. બ્રેંટ ક્રૂડમાં 80 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ (અમેરિકી લાઇટ ક્રૂડ)માં 75 ડોલર પ્રતિ બેરલના સ્તર સુધી ઉછાળો જોવા મળી શકે છે. તેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગળ પણ વધારો થઇ શકે છે.


આ છે કંપનીઓનો તર્ક
પેટ્રોલિયમ કંપનીઓના અનુસાર કેંદ્ર અથવા અન્ય રાજ્યના ટેક્સ તથા ડીલરના કમિશનને અલગ કરીને પેટ્રોલ રિફાઇનરી ગેટ પર ભાવ 40.45 રૂપિયા લીટર પડે છે. ડીઝલના મામલે આ 44.28 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ કેંદ્ર દ્વારા લેવામાં આવતા ઉત્પાદ શુલ્ક, પેટ્રોલ પંપ ડીલરોને આપવામાં આવતું કમિશન તથા રાજ્ય સરકારો દ્વારા વસુલવામાં વેટને ઉમેરતાં કિંમત ઉંચી થઇ જાય છે. પેટ્રોલ પર ડીલરનું કમિશન હાલ 3.34 રૂપિયા પ્રતિ લીટર તથા ડીઝલ પર 2.52 રૂપિયા લીટર છે.