બજેટ બાદ સતત ઘટી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજના ભાવ
સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો થયો છે. 28 જાન્યુઆરી બાદ પેટ્રોલના ભાવમાં 41 પૈસા અને ડીઝલના ભાવમાં 32 પૈસાનો ઘટાડો થયો છે.
નવી દિલ્હી: સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો થયો છે. 28 જાન્યુઆરી બાદ પેટ્રોલના ભાવમાં 41 પૈસા અને ડીઝલના ભાવમાં 32 પૈસાનો ઘટાડો થયો છે. ફક્ત બજેટ બાદ પેટ્રોલ 32 પૈસા અને ડીઝલન 2 પૈસા સસ્તુ થયું છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગૂ છે. આશા છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધુ ઘટશે જેનો લાભ આગામી દિવસોમાં મળશે.
દિલ્હીમાં આજે એક લીટર પેટ્રોલનો ભાવ 70.59 રૂપિયા અને ડીઝલના ભાવ 65.61 રૂપિયા છે. મુંબઇમાં એક લીટર પેટ્રોલનો ભાવ 76.22 રૂપિયા અને ડીઝલના ભાવ 68.70 રૂપિયા છે. કલકત્તામાં પેટ્રોલના ભાવ 72.70 રૂપિયા અને ડીઝલનો ભાવ 67.39 રૂપિયા છે. ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ 73.27 રૂપિયા અને ડીઝલનો ભાવ 69.31 રૂપિયો છે. નોઇડામાં પેટ્રોલના ભાવમાં 12 પૈસા ઘટીને 70.45 રૂપિયા છે. ડીઝલનો ભાવ 9 પૈસા ઘટીને 64.84 રૂપિયા છે.
શેર માર્કેટમાં મંદી, સેંસેક્સ 144.41 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 10,900 ડાઉન
જાણો આજના ભાવ
અમદાવાદ
પેટ્રોલ: 68.28 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.80 રૂપિયા પ્રતિ લીટર
ગાંધીનગર
પેટ્રોલ: 68.40 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.92 રૂપિયા પ્રતિ લીટર
ફરી વધી શકે છે પેટ્રોલ અને ડીઝલની કિંમત, 'આ' દેશ બની શકે છે સંકટનું કારણ
સુરત
પેટ્રોલ: 68.05 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.59 રૂપિયા પ્રતિ લીટર
વડોદરા
પેટ્રોલ: 68.03 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.55 રૂપિયા પ્રતિ લીટર
રાજકોટ
પેટ્રોલ: 67.90 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.44 રૂપિયા પ્રતિ લીટર
કેવી રીતે બચશે ઇનકમ ટેક્સ? બજેટમાં થયેલી જાહેરાત પહેલાં સમજો છૂટ અને રિબેટમાં શું અંતર છે?
તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.
એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.
5 નહી પણ સાડા 6 લાખ રૂપિયા સુધી ટેક્સરૂપે નહી ભરવી પડે ફૂટી કોડી, ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી છૂટ
જાણકારો માની રહ્યા છે કે આગામી દિવસોમાં પણ ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ ઉછાળો આવશે નહી અને તેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતા જળવાઇ રહેશે.