એક દિવસની રાહત પછી ફરી મોંઘું થયું પેટ્રોલ, લેટેસ્ટ સ્થિતિ જાણવા કરો ક્લિક
પેટ્રોલના ભાવમાં એક દિવસની સ્થિરતા પછી ગુરુવારે ફરી તેજી નોંધાઈ છે. ગુરુવારે પેટ્રોલમાં 8 પૈસા પ્રતિ લીટરની તેજી આવી છે
દિલ્હી : પેટ્રોલના ભાવમાં એક દિવસની સ્થિરતા પછી ગુરુવારે ફરી તેજી જોવા મળી છે. ગુરુવારે પેટ્રોલમાં 8 પૈસા પ્રતિ લીટરની તેજી નોંધાઈ છે. ગુરુવારે પેટ્રોલની કિંમત 73.35 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઈ છે. જોકે મંગળવારે તેલ કંપનીઓએ દિલ્હી, મુંબઈ અને ચેન્નાઇમાં પેટ્રોલમાં 6 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. જોકે ડીઝલની કિંમતમાં સતત છઠ્ઠા દિવસે સ્થિરતા જળવાયેલી રહી છે.
ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર ગુરુવારે અપડેટ કરાયેલા ભાવ પ્રમાણે દિલ્હી, કોલકતા, મુંબઈ અને ચેન્નાઇમાં પેટ્રોલની કિંમત ક્રમશ: 73.35 રૂપિયા, 75.77 રૂપિયા, 78.96 રૂપિયા અને 76.19 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર જળવાયેલી છે. ચારેય મહાનગરમાં ડીઝલની કિંમત પણ જુના સ્તર પર ક્રમશ: 66.24 રૂપિયા, 68.31 રૂપિયા, 69.43 રૂપિયા અને 69.97 રૂપિયા પ્રતિ લીટર પર જળવાયેલી છે.
આવતા વર્ષે લોન્ચ થશે WagonRનું ઇલેકટ્રિક વર્ઝન, સિંગલ ચાર્જમાં ચાલશે અધધધ KM!
નોંધનીય છે કે દિલ્હીમાં પેટ્રોલની કિંમત છેલ્લા સાડાસાત મહિનાના હાઇ લેવલ પર છે. આ પહેલાં 29 નવેમ્બર, 2018ના દિવસે દેશની રાજધાનીમાં પેટ્રોલની કિંમત 73.24 રૂપિયા પ્રતિ લીટર હતી. ઇન્ટરનેશનલ લેવલ પર ડબલ્યુટીઆઇ ક્રુડ 57.58 ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ડ ક્રુડ 64.46 ડોલર પ્રતિ બેરલના સ્તર પર જળવાયેલું છે.