નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ છે. ગુરૂવારે (6 સપ્ટેમ્બર)ના રોજ સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 36 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 40 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 79.51 પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 71.55 પ્રતિ લીટર થઇ ગયા છે. મુંબઇમાં પેટ્રોલના ભાવ 86.91 પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 75.96 પ્રતિ લીટર થઇ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેકોર્ડ સ્તર પર ડીઝલ
ગત 6 દિવસોમાં સતત ડીઝલ્ના ભાવમાં વધારો થવાના કારણે તેની કિંમત અત્યાર સુધીના ટોચના સ્તરે પહોંચી ગઇ છે. શુક્રવારે ડીઝલના ભાવમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયા બાદ ભાવ 70.21 પર પહોંચી ગયો હતો. દિલ્હીમાં આ પહેલાં 28 ઓગસ્ટના રોજ ડીઝલના ભાવ 69.61 રૂપિયા પ્રતિ લીટરના ઉચ્ચ સ્તર પહોંચી ગઇ હતી. રવિવારે આ ભાવ 70.76 રૂપિયા પ્રતિ લીટર હતી.



દિલ્હીમાં એક અઠવાડિયામાં કેટલા વધ્યા પેટ્રોલના ભાવ


સાભાર: goodreturns.in

દિલ્હીમાં એક અઠવાડિયામાં કેટલા વધ્યા પેટ્રોલના ભાવ

સાભાર: goodreturns.in​


મુંબઇમાં પણ ખરાબ સ્થિતિ
દિલ્હી ઉપરાંત આર્થિક રાજધાની મુંબઇમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સોમવારે મુંબઇમાં પેટ્રોલ 31 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 86.56 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. તો બીજી તરફ ડીઝલમાં 44 પૈસાનો વધારો થયો. આ પહેલાં તેની કિંમત 75.54 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઇ. રવિવારે મુંબઇમાં પેટ્રોલની કિંમત 86.25 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 75.12 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી. 


આ છે ભાવ વધારાનું કારણ
તમને જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરના મુકાબલે રૂપિયો નબળો અને ક્રૂડ ઓઇલના વધરાત ભાવથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવના લીધે ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. 


ભાવ ઘટવાની આશા નહી
એંજેલ બ્રોકિંગ લિમિટેડના રિસર્ચ (કોમોડિટીઝ તથા કરન્સી)ના ડેપ્યુટી વોઇસ પ્રેસિડેંટ અનુજ ગુપ્તાનું માનીએ તો બ્રેંટ ક્રૂડમાં 80 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ (અમેરિકી લાઇટ ક્રૂડ)માં 75 ડોલર પ્રતિ બેરલના સ્તર સુધી ઉછાળો જોવા મળી શકે છે. તેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગળ પણ વધારો થઇ શકે છે.