નવી દિલ્હી: અઠવાડિયાના પ્રથમ દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોધાયો છે. પેટ્રોલ 10 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 13 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો સતત પાંચ દિવસથી ચાલુ છે. 27 ફેબ્રુઆરીએ ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો. તે પહેલાં સતત બે દિવસ ભાવમાં ઉછાળો થયો હતો. ગત પાંચ દિવસમાં પેટ્રોલ 51 પૈસા અને ડીઝલ 62 પૈસા મોંઘુ થયું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો મોટો ઝટકો 


સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 10 પૈસા અને ડીઝલ 13 પૈસા મોંઘુ થયું છે. એક લીટર પેટ્રોલની કિંમત 72.17 રૂપિયા અને ડીઝલના ભાવમાં 67.54 રૂપિયા છે. મુંબઇમાં પેટ્રોલની કિંમત 77.80 રૂપિયા અને ડીઝલની કિંમત 70.76 રૂપિયા છે. કલકત્તામાં પેટ્રોલની કિંમત 74.26 રૂપિયા અને ડીઝલની કિંમત 69.33 રૂપિયા છે. ચેન્નઇમાં પેટ્રોલ 11 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 14 પૈસા મોંઘુ થયું છે. પેટ્રોલની કિંમત 74.95 રૂપિયા અને ડીઝલની કિંમત 71.38 રૂપિયા છે. 

જો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય, તો ભારત પર પડશે આ 6 મોટી અસર


જાણો આજના ભાવ
અમદાવાદ
પેટ્રોલ: 69.58 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 70.60 રૂપિયા પ્રતિ લીટર


ગાંધીનગર
પેટ્રોલ: 69.80 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 70.82 રૂપિયા પ્રતિ લીટર


સુરત
પેટ્રોલ: 69.55 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 70.60 રૂપિયા પ્રતિ લીટર


વડોદરા
પેટ્રોલ: 69.26 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 70.28 રૂપિયા પ્રતિ લીટર


રાજકોટ
પેટ્રોલ: 69.69 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 70.73 રૂપિયા પ્રતિ લીટર


તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.  


એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.