પેટ્રોલમાં સતત ત્રીજા દિવસે રાહત, લેટેસ્ટ કિંમત છે...
અઠવાડિયાના પહેલા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ નથી થયો. આમ, સતત ત્રીજા દિવસે પેટ્રોલની કિંમત સ્થિર છે
નવી દિલ્હી : અઠવાડિયાના પહેલા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ નથી થયો. આમ, સતત ત્રીજા દિવસે પેટ્રોલની કિંમત સ્થિર છે જ્યારે છેલ્લા 10 દિવસથી ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ નથી થયો. આ પહેલાં 19 જુલાઈએ પેટ્રોલ 8 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું હતું. આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રુડ ઓઇલની કિંમતમાં નરમીના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર થયેલી છે.
સોમવારે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત ક્રમશ: 73.35 રૂપિયા, 75.77 રૂપિયા, 78.96 રૂપિયા અને 76.18 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર જળવાયેલી છે. ચારેય મહાનગરમાં ડીઝલની કિંમત પણ જુના સ્તર પર ક્રમશ: 66.24 રૂપિયા, 68.31 રૂપિયા અને 69.43 રૂપિયા તેમજ 69.97 રૂપિયા પ્રતિ લીટર છે.
Amazonની એક ભુલ અને 9 લાખનો કેમેરો વેચાઈ ગયો 6500 રૂપિયા !
દિલ્હીમાં પેટ્રોલનો રેટ છેલ્લા સાડાસાત મહિનાથી હાઇ લેવલ પર છે. આ પહેલાં 29 નવેમ્બર, 2018ના દિવસે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 73.24 રૂપિયા પ્રતિ લીટર હતી. 28 નવેમ્બરે પેટ્રોલનો રેટ 73.57 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર હતો. ઇન્ટરનેશનલ લેવલ પર WTI ક્રુડ 55.76 ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ડ ક્રુડ 62.47 ડોલર પ્રતિ બેરલના સ્તર પર છે.