નવી દિલ્હી: દેશમાં સૌથી મોટા તહેવાર દિવાળી પર સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ઘટાડાથી ફાયદો થશે. મંગળવારે (06 નવેમ્બર) સતત 10માં દિવસે ક્રુડ ઓઇલના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 14 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા બાદ પેટ્રોલના ભાવ 78.42 રૂપિયા પ્રતિ લીટર થયા છે. જ્યારે ડિઝલમાં પણ 9 પૈસાનો ઘટાડો આવતા તેના ભાવ 73.07 રૂપિયા પ્રતિલીટર થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી સિવાય મુંબઇમાં પણ ક્રુડ ઓઇલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે 14 પૈસાના ઘટાડા સાથે મુંબઇમાં પેટ્રોલની કિંમત 83.92 રૂપિયા પ્રતિ લીટર થઇ હતી, જ્યારે પેટ્રોલમાં 9 પૈસાનો ઘટાડો થવાના કારણે ડીઝલ 76.57 પ્રતિ લીટર થયો હતો. 


ધનતેરસે પણ ઘટ્યા હતા ભાવ 
ધનતેરસ પર પેટ્રોલ અને ડીઝવના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે પણ રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં 22 પૈસાનો ઘટાડો સામે આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ઘટીને 78.56 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. જ્યારે ડિઝલની કિંમતોમાં પણ 20 પૈસાનો ઘટાડો આવતા ડિઝલ 73.16 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલની કિંમત 84.06 રૂપિયા નોધાઇ છે. અહિં પણ પેટ્રોલની કિંમતમાં 22 પૈસાનો ઘટાડો નોધાયો છે. માટે અહિંયા પણ ડીઝલની કિંમતમાં 21 પૈસાનો ઘટાડો થતા ભાવ 76.67 રૂપિયા પ્રતિ લીટર થયા છે.


વધુ વાંચો...ધનતેરસના દિવસે ઘટ્યા પેટ્રોલ અને ડિઝલના ભાવ, જાણે શું છે આજની કિંમત


છેલ્લા 10 દિવસમાં કેટલા ઘટ્યા ભાવ



સતત વધી રહ્યા હતા પેટ્રોલ ડીઝલના ભાવ 
પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ગત મહિને રેકોર્ડ તોડ વધારો જોવા મળ્યો હતો. આ દરમિયાન વિપક્ષે પણ પેટ્રોલ ડિઝલના ભાવને લઇને સરકાર પર પ્રહારો કરી ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. સરકાર પણ તેના જવાબમાં એક વાત પકડીને બેસી રહી કે પેટ્રોલ ડિઝલના ભાવોમાં થઇ રહેલો વધારા પાછળા વિશ્વ સ્તરે વધી રહેલા ક્રુડ ઓઇલના ભાવ છે. કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબરે ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. અને સાથે જ મોટાબાગના રાજ્યોમાં પણ રાજ્ય ટેક્સમાં ઘટાડો કર્યો હતો. જેથી તે સમયે લોકોને થોડી રાહત મળી હતી.