નવી દિલ્હી: ક્રુડની કિંમતોમાં સતત ઘટાડો આવી રહ્યો છે, ગુરુવાર બાદ શુક્રવારે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 15 પૈસાનો ઘટાડો સામે આવ્યો છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસા અને ડીઝલના ભાવોમાં 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે દિલ્હીમાં ઘટાડા બાદ પેટ્રોલ 78.06 પ્રતિ લીટર થઇ ગયો છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલ 83.57 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે, જો ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં ડીઝલ 72.74 રૂપિયા પ્રતિ લીટર થયું છે. જ્યારે મુંબઇમાં ડીઝલ 76.22 રૂપિયા પ્રતિલીટર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

21 દિવસોથી સતત થઇ રહ્યો છે ઘટાડો 
ઉલ્લેખનીય છે, કે કેન્દ્ર સરકાર દ્વારા શુલ્ક ઘટાડ્યા બાગ શુક્રવારે સતત 21માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ભાવ ઘટાડાથી સામાન્ય જનતાને ફાદો થઇ રહ્યો છે. મહત્વનું છે, કે દિલ્હી અને મુંબઇ બંન્ને જગ્યાઓ પર ડીઝલ 70 રૂપિયાથી ઉપર ચાલી રહ્યો છે. જ્યારે પેટ્રોલના ભાવ પણ 70 અપ ચાલી રહ્યા છે. 


દિવાળીમાં થયો હતો ભાવમાં ઘટાડો 
દેશમાં સૌથી મોટા તહેવાર દિવાળી પર સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ઘટાડાથી ફાયદો થશે. મંગળવારે (06 નવેમ્બર) સતત 10માં દિવસે ક્રુડ ઓઇલના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 14 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા બાદ પેટ્રોલના ભાવ 78.42 રૂપિયા પ્રતિ લીટર થયા છે. જ્યારે ડિઝલમાં પણ 9 પૈસાનો ઘટાડો આવતા તેના ભાવ 73.07 રૂપિયા પ્રતિલીટર થયા છે.


વધુ વાંચો...દિવાળી બાદ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતા લોકોને મળી રાહત, જાણો આજના ભાવ


80 રૂપિયાની પાર પહોચ્યું હતું પેટ્રોલ-ડીઝલ 
પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ગત મહિને રેકોર્ડ તોડ વધારો જોવા મળ્યો હતો. આ દરમિયાન વિપક્ષે પણ પેટ્રોલ ડિઝલના ભાવને લઇને સરકાર પર પ્રહારો કરી ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. સરકાર પણ તેના જવાબમાં એક વાત પકડીને બેસી રહી કે પેટ્રોલ ડિઝલના ભાવોમાં થઇ રહેલો વધારા પાછળા વિશ્વ સ્તરે વધી રહેલા ક્રુડ ઓઇલના ભાવ છે. કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબરે ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. અને સાથે જ મોટાબાગના રાજ્યોમાં પણ રાજ્ય ટેક્સમાં ઘટાડો કર્યો હતો. જેથી તે સમયે લોકોને થોડી રાહત મળી હતી.