છ દિવસ પછી ઓછી થઈ પેટ્રોલની કિંમત અને ડીઝલ પણ થયું સસ્તું, આ છે આજનો ભાવ
ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલની કિંમતમાં ભારે ફેરફાર નોંધાયો છે
નવી દિલ્હી : ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલની કિંમતમાં ભારે બદલાવ પછી ગુરુવારે સ્થાનિક માર્કેટમાં પેટ્રોલ-ડીઝલના રેટમાં ભારે ઘટાડો થયો છે. પેટ્રોલના રેટમાં ગુરુવારે 6 દિવસ પછી અને ડીઝલમાં પાંચ દિવસ પછી ભારે ઘટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ગુરુવારે 6 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. આ સિવાય ડીઝલમાં પાંચ દિવસ પછી 5 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. ગુરુવારે સવારે પેટ્રોલ 71.95 રૂપિયા અને અને ડીઝલ 65.20 રૂપિયાા સ્તરે પહોંચી ગયું હતું. આ પહેલાં 29 ઓગસ્ટે પેટ્રોલની કિંમતમાં 6 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો.
બુધવારે સવારે કોલકાતા, મુંબઈ અને ચેન્નાઇમાં પેટ્રોલના રેટ ક્રમશ: 74.66 રૂપિયા, 77.62 રૂપિયા અને 74.76 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર જળવાયેલો હતો. આ રીતે જ કોલકાતા, મુંબઈ અને ચેન્નાઇમાં ડીઝલ ક્રમશ: 67.59 રૂપિયા, 68.36 રૂપિયા અને 68.90 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાયુ હતું.
નિષ્ણાંતોને આશા છે કે આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના રેટમાં વધારે ઘટાડો થઈ શકે છે. ઇન્ટરનેશનલ લેવલ પર WTI ક્રુડ 54.40 ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રુડ 60.92 ડોલર પ્રતિ બેરલના સ્તર પબર હતું.