મુંબઈ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાનો સિલસિલો પાંચમા દિવસે પણ ચાલુ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે દિલ્હી અને કોલકાતામાં 15 પૈસાનો, મુંબઈમાં 14 પૈસાનો તેમજ ચેન્નાઈમાં 16 પૈસાનો વધારો કર્યો છે. આ સિવાય ડીઝલમાં પ્રતિ લીટરે દિલ્હી-કોલકાતામાં 16 પૈસાનો અને મુંબઈ-ચેન્નાઈમાં 17 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ અને ડીઝલની કિંમત આ વર્ષે બહુ વધી છે. પાંચ દિવસોમાં દિલ્હીમાં પેટ્રોલ 57 પૈસા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે જ્યારે ડીઝલની કિંમતમાં 63 પૈસા પ્રતિ લીટર વધારો થયો છે. 


ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત વધીને પ્રતિ લીટર ક્રમશ: 71.57 રૂપિયા, 73.67 રૂપિયા, 77.20 રૂપિયા અને 74.32 રૂપિયા થઈ ગઈ છે. આ ચાર મહાનગરમાં ડીઝલની કિંમત વધીને ક્રમશ: 66.80 રૂપિયા, 68.59 રૂપિયા, 69.97 રૂપિયા તેમજ 70.59 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...