સતત બીજા દિવસે સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ, આ રહ્યું કારણ
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ચાર દિવસની સ્થિરતા પછી સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ચાર દિવસની સ્થિરતા પછી બીજા દિવસે ઘટાડો થયો છે.
નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ચાર દિવસની સ્થિરતા પછી સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતમાં ઘટાડાની અસર સ્થાનિક માર્કેટમાં જોવા મળી રહી છે. શુક્રવારે સવારે દિલ્હીમાં પેટ્રોલ 17 પૈસા પ્રતિ લીટરના ઘટાડા સાથે 70.18 રૂપિયા પ્રતિ લીટરના સ્તર સુધી પહોંચી ગયું છે. ડીઝલમાં પણ 16 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો અને આ કિંમત 64.17 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
મુંબઈમાં પેટ્રોલ 75.88 રૂપિયા અને ડીઝલ 67.28 રૂપિયા, કોલકાતામાં પેટ્રોલ 72.44 રૂપિયા અને ડીઝલ 66.09 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 72.91 રૂપિયા અને ડીઝલ 67.89 રૂપિયા, નોઇડામાં પેટ્રોલ 70.45 રૂપિયા અને ડીઝલ 63.91 રૂપિયા તેમજ ગુરુગ્રામમાં પેટ્રોલ 70.56 રૂપિયા અને ડીઝલ 63.60 રૂપિયા પ્રતિ લીટર છે.
શહેરનું નામ પેટ્રોલ/લીટર ડીઝલ/લીટર
દિલ્હી ₹70.18 ₹64.17
મુંબઈ ₹75.88 ₹67.28
કોલકાતા ₹72.44 ₹66.09
ચેન્નાઈ ₹72.91 ₹67.89
નોઇડા ₹70.45 ₹63.91
ગુરુગ્રામ ₹70.56 ₹63.60
કેવી છે માર્કેટની આજની ચાલ? જાણવા કરો ક્લિક...
ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલન કિંમતમાં નરમી ચાલી રહી છે. આ નરમીના પગલે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. શુક્રવારે સવારે ડબલ્યુટીઆઇ ક્રુડનો ભાવ 52.43 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયો છે. આ સિવાય બ્રેંટ ક્રુડ પણ 61.67 ડોલર પ્રતિ બેરલના સ્તરે ચાલી રહ્યું છે.