બે દિવસ પછી ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આ રહી આજની કિંમત
ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થવાના પગલે સ્થાનિક માર્કેટમાં પેટ્રોલ-ડીઝલના રેટમાં ઘટાડો થયો છે
નવી દિલ્હી : ક્રુડ ઓઇલની કિંમતમાં થયેલા ઘટાડાથી સ્થાનિક માર્કેટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે અને એમાં બહુ પરિવર્તન નથી આવ્યું. ગુરુવારે સવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બે દિવસ પછી ઘટાડો થયો છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 6 પૈસા અને ડીઝલમાં 5 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થો છે. આ પહેલાં સતત ત્રણ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલની કિંમત 6 પૈસા ઘટીને 72.01 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 5 પૈસા ઘટીને 65.30 રૂપિયા પ્રતિ લીટરના સ્તર સુધી પહોંચ્યું હતું.
બદલાઈ જશે ATMમાંથી પૈસા કાઢવાનો મહત્વનો નિયમ જો...
ગુરુવારે સવારે કોલકાતા, મુંબઈ અને ચેન્નાઇમાં પેટ્રોલના રેટ ક્રમશ: 74.71 રૂપિયા, 77.67 રૂપિયા અને 74.81 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર રહ્યા છે. આ જ રીતે કોલકાતા, મુંબઈ અને ચેન્નાઇમાં ડીઝલ ક્રમશ: 67.68 રૂપિયા, 68.46 રૂપિયા અને 69.00 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
જાણકારોને આશા છે કે આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત હજી ઘટી શકે છે. ઇન્ટરનેશનલ લેવલ પર WTI ક્રુડ 55.60 ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રુડ 59.60 ડોલર પ્રતિ બેરલના સ્તર પર ચાલી રહ્યું છે.