નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ચાલુ છે. બે દિવસ 80 પૈસાનો વધારો થયા બાદ આજે શુક્રવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો 80 પૈસાનો વધારો થશે. આ નવો ભાવ વધારો આજે સવારે 6 વાગ્યાથી લાગૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી આ ભાવ લાગૂ
જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલા પ્રાઇસ નોટિફિકેશન મુજબ, શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.01 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 97.81 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. તો બીજી તરફ ડીઝલની કિંમત 88.27 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 89.07 રૂપિયા થઈ ગઈ છે.


4 દિવસમાં વધ્યા આટલા ભાવ
તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 1.60 રૂપિયાનો વધારો થયો છે. હવે ત્રીજી વાર 80 પૈસાના વધારા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2.40 રૂપિયાનો વધારો થઇ થશે.


2 દિવસ સતત વધ્યા ભાવ
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે બિલકુલ પણ ભાવ વધ્યા ન હતા. આ પહેલાં 22 માર્ચ અને 23 માર્ચના રોજ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો થયો હતો.