નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આજે આ યુદ્ધનો 12મો દિવસ છે અને પહેલા દિવસથી જ આ યુદ્ધની અસર વૈશ્વિક સ્તર પર જોવા મળી રહી છે. શેરબજારથી લઈને બુલિયન માર્કેટ સુધી રોકાણકારો ડરી ગયા છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના રેકોર્ડ વધારાને કારણે ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ સાથે તેલની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજ રાતથી વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ!
ઈન્ડિયન ઓઈલના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ પ્રોફેસર સુધીર બિષ્ટે જણાવ્યું હતું કે રશિયા વિશ્વના 12% ક્રૂડ ઓઈલની નિકાસ કરે છે અને વિશ્વભરમાં પેટ્રોલની આયાત કરતા દેશોમાં ભારત ત્રીજા નંબરે છે. એટલા માટે ભારતમાં તેલના ભાવમાં વધારો લગભગ નિશ્ચિત છે. આશંકા છે કે આજે રાતથી જ પેટ્રોલ અને ડીઝલના દરમાં મોટો ફેરફાર થઈ શકે છે.


10-16 રૂપિયા પ્રતિ લિટર વધી શકે છે ભાવ
બીજી તરફ વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલમાં ત્રણથી ચાર રૂપિયા એક્સાઇઝ ઘટાડી શકે છે. પરંતુ, જો રાજ્ય સરકારો ટેક્સ ઘટાડે તેની શક્યતા ઓછી છે. તમને જણાવી દઈએ કે જો પેટ્રોલ અને ડીઝલના દર વધશે તો યુરોપમાં ખરાબ સ્થિતિ સર્જાશે. કારણ કે તે રશિયન તેલ અને ખાસ કરીને ગેસ પર નિર્ભર છે. તે મુજબ ભારતમાં પેટ્રોલની કિંમત 10 રૂપિયાથી 16 રૂપિયા પ્રતિ લિટર વધી શકે છે. તો બીજી તરફ ડીઝલમાં પ્રતિ લિટર 8 થી 12 રૂપિયાનો વધારો થઈ શકે છે.


આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 139 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. ક્રૂડ માટે આ લગભગ 14 વર્ષની ઊંચી સપાટી છે. વિશ્વભરમાં ઘટતા પુરવઠા અને વધુ અછતની ભીતિને કારણે ક્રૂડમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. જેના કારણે આગામી 1 મહિનામાં ક્રૂડ ઓઈલની કિંમતો વધુ વધશે.


120 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી
જણાવી દઈએ કે છેલ્લા 120 દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. જ્યારે આ સમય દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર વધારો થયો છે અને તે બે મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકી ચલણ ડોલર સામે રૂપિયો 76.92 પર ગબડી ગયો હતો. ત્યારબાદ એક સમય એવો આવ્યો જ્યારે 76.96ના નીચા સ્તરે પહોંચી ગયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube