અમદાવાદ: આજે વિજયાદશમીનાં ઉત્સવ નિમિત્તે લોકો માટે રાહતનાં સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે પેટ્રોલમાં 21 પૈસા અને ડીઝલમાં 11 પૈસા પ્રતિ લીટરનો ભાવઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસથી સતત ભાવવધારા બાદ આજે પેટ્રોલ અને ડીઝલમાં ભાવઘટાડો જોવા મળ્યો હતો. અગાઉ પેટ્રોલ અને ડીઝલનાં ભાવોને કાબૂમાં રાખવા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેલ કંપનીનાં CEO સાથે મહત્વપૂર્ણ બેઠક કરી કારણોની સમીક્ષા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં કેન્દ્ર દ્વારા અઢી રૂપિયા ઓછા થવા છતાં કોઈ રાહત જોવા મળી રહી નહતી. બુધવારે પેટ્રોલ ડીઝલના ભાવો ન વધ્યા કે ન ઘટ્યા. આ અગાઉ મંગળવારે ભાવ વધ્યા હતાં. આજે ભાવ ઘટાડો થતા દિલ્હીમાં પેટ્રોલના ભાવ 21 પૈસા ઘટીને 82.62 થયો છે. જ્યારે  ડીઝલના ભાવોમાં 11 પૈસાનો ઘટાડો થતા 75.58 રૂપિયા પ્રતિ લીટર થયો છે. 



આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલનો ભાવ હવે ઘટીને 88.08 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 79.24 રૂપિયા થયો છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ સોમવારે 15 ઓક્ટોબરના રોજ કાચા તેલ, પેટ્રોલ અને ડીઝલના ભાવ પર ચર્ચા માટે દેશ વિદેશની પેટ્રોલિયમ કંપનીઓના પ્રમુખો સાથે બેઠક કરી હતી. કાચા તેલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોના વધારા વચ્ચે પીએમ મોદીએ તેલ ઉત્પાદકો અને ઉપભોક્તા દેસો વચ્ચે ભાગીદારીના સંબંધ ઉપર પણ ભાર મૂક્યો છે. જેથી કરીને વૈશ્વિક અર્થવ્યવસ્થાને મજબુત બનાવવામાં મદદ મળી શકે.