Petrol-Diesel Price: કાચા તેલની કિંમતોમાં સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલનો ભાવ 72 ડોલર પ્રતિ બેરલની નીચે ટ્રેડ કરી રહ્યું છે. ઘણીવાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ઘટાડાની અસર સ્થાનિક બજારમાં જોવા મળે છે, પરંતુ કેટલાક સમયથી ક્રૂડની કિંમતમાં ફેરફાર બાદ પણ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ રહ્યું નથી. 18 નવેમ્બર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. 18 નવેમ્બરના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર થયો નથી. જો કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમતની વાત કરીએ તો તે 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. આ સિવાય મુંબઈમાં ડીઝલની પ્રતિ લીટર કિંમત 103.94 રૂપિયા અને ડીઝલની પ્રતિ લીટર કિંમત 89.97 રૂપિયા છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા છે. છેલ્લે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100.85 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.44 રૂપિયા પ્રતિ લીટર છે.


  • બેંગલુરુ 102.86- 88.94

  • લખનૌ 94.65- 87.76

  • નોઇડા 94.66- 87.76

  • ગુરુગ્રામ 94.98- 87.85

  • ચંદીગઢ 94.24- 82.40

  • પટણા 105.42- 92.27


માર્ચમાં થયો હતો સસ્તો
તેલ કંપનીઓ તરફથી માર્ચમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોને સસ્તી કરવામાં આવી હતી. 14 માર્ચે પેટ્રોલ અને ડીઝલલની કિંમતો 2-2 રૂપિયા પ્રતિ લીટરના ભાવે પેટ્રોલ અને ડીઝલના ભાવને સંશોધિત કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ તેલ કંપનીઓ તરફથી બીજી કોઈ રાહત આપવામાં આવી નથી.


દરરોજ સવારે અપડેટ કરવામાં આવે છે કિંમત 
તમને જણાવી દઈએ કે દરરોજ સવારે 6.30 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જો કિંમત બદલાય છે તો તે વેબસાઇટ પર અપડેટ થાય છે. તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો.