નવી દિલ્હી :ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલના ભાવમાં વધારે થવાથી પેટ્રોલ (Petrol)  ના ભાવ એક વર્ષથી સૌથી ઉંચા સ્તર પર પહોંચી ગઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 74.66 રૂપિયા થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ ઉંચા સ્તર 25 નવેમ્બર, 2018ના રોજ હતો, જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલના ભાવ 74.84 રૂપિયા પ્રતિ લીટર હતો. તેલ વિતરણ કંપનીઓએ સોમવારે ફરી પેટ્રોલની કિંમત દિલ્હી, કોલકાત્તા અને મુંબઈમાં 12 પૈસા જ્યારે કે, ચેન્નાઈમાં 13 પૈસા પ્રિત લીટર વધાર્યો હતો. જોકે, ડીઝલના ભાવમાં કોઈ બદલાવ નથી આવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત : શાકભાજી માર્કેટમાં ખેલાયો ખૂની ખેલ, યુવક 200 મીટર સુધી હત્યારાઓથી જીવ બચાવીને ભાગ્યો, પણ.... 


પેટ્રોલના ભાવમાં સતત ચોથી દિવસે વધારો થયો છે. આ ચાર દિવસોમાં દિલ્હીમાં પેટ્રોલ 46 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે.


ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ વધીને ક્રમશ 74.66 રૂપિયા, 77.34 રૂપિયા, 80.32 રૂપિયા અને 77.62 રૂપિયા પ્રતિ લીટર થયો છે. આ પહેલા ચારેય મહાનગરોમાં પેટ્રોલનો ભાવ 25 નવેમ્બરના રોજ ક્રમશ 74.84 રૂપિયા, 76.82 રૂપિયા, 80.38 રૂપિયા અને 77.69 રૂપિયા પ્રતિ લીટર હતો.


નિત્યાનંદ આશ્રમ કેસમાં નવો વળાંક, મિસિંગ નિત્યનંદિતાનું નેપાળ કનેક્શન આવ્યું સામે 


ડીઝલની કિંમત દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નઈમાં વગર કોઈ બદલાવ ક્રમશ 65.73 રૂપિયા, 68.14 રૂપિયા, 68.94 રૂપિયા અને 69.47 રૂપિયા પ્રતિ લીટર પર બની રહ્યું છે.


આંતરરાષ્ટ્રીય માર્કેટ ઈન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર બેન્ચ માર્ક કાચા તેલ બ્રેંટ ક્રુડના ભાવમાં આ મહિને અંદાજે ત્રણ ડોલર પ્રતિ બેરલનો વધારો થયો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube