નવી દિલ્હી : સરકારે હાલમાં જ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો છે અને આ સાથે જ લોકોના મનમાં પેટ્રોલ કાર વધારે સારો વિકલ્પ છે કે સીએનજી કાર એવા સવાલ ઉભા થવા લાગ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સીએનજી કિંમતમાં વધારો થયો છે પણ આમ છતાં એની રનિંગ કોસ્ટ ઓછી છે. જોકે આ સાથે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલની કિંમત સતત વધવાને કારણે લોકોમાં સીએનજી કાર પ્રત્યેનો ઝુકાવ વધ્યો હતો. મળેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં સીએનજી કિટની ડિમાન્ડમાં 25 ટકાનો વધારો થયો છે અને એ માટે પેટ્રોલની કિંમતમાં થયેલા વધારાને જવાબદાર ગણવામાં આવે છે. આ કારણે જ ટોચની ઓટો કંપનીઓ સીએનજી કિટ સાથેના મોડલ માર્કેટમાં લોન્ચ કર્યા છે. 


આ સંજોગોમાં લોકોના મનમાં પેટ્રોલ કાર વધારે સારો વિકલ્પ છે કે સીએનજી કાર એવા સવાલ ઉભા થવા લાગ્યા છે. જો તમે ઓટો કંપની પાસેથી જ સીએનજી કીટ લો તો કારની કિંમત લગભગ 60,000 રૂ. વધી જાય છે પણ પ્રાઇવેટ મેકેનિક પાસેથી આ કીટ લગભગ 20,000 રૂ.માં ફિટ કરાવી શકાય છે. જોકે, સસ્તી કીટ લગાવવાથી ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય છે. ખાસ વાત તો એ છે કે પેટ્રોલ ગાડીનું પર્ફોમન્સ સીએનજીથી બહેતર છે. આમ, જો તમારે ઓછા અંતર માટે ગાડી ચલાવવી હોય તો પેટ્રોલ ગાડીનો વિકલ્પ સારો છે પણ જો તમારે લાંબા અંતરની મુસાફરી કરવી હોય તો સીએનજી કીટ લગાવી દેવી જોઈએ.  જો તમારે હાઇવે પર ટ્રાવેલ કરવું હોય તો ડીઝલ ગાડીનો વિકલ્પ સારો છે. એની રનિંગ કોસ્ટ ઓછી છે અને સીએનજીની સરખામણીમાં એનું પર્ફોમન્સ પણ સારું છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...