Petrol Diesel Crisis: દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની વધતી જતી સમસ્યા અને સપ્લાયને લઇને સરકાર હરકતમાં આવી છે. હવે તમામ રીટેલ આઉટલેટ માટે યૂનિવર્સલ સર્વિસ ઓબ્લીગેશન લાગૂ કરવામાં આવ્યું છે. આ નિયમ રિમોટ એરિયા માટે લાગૂ થશે. હવે તમામ રીટેલ આઉટલેટ, ભલે PSU હોય કે ખાનગી કંપની હોય, તેમને આ સ્વિકારવું જ પડશે. તેનો અર્થ એ થયો કે હવે સરકાર દ્વારા નક્કી કરેલા નવા નિયમો માનવા માટે બંધાયેલી રહેશે. સાથે જ પેટ્રોલ પર સ્ટોક પણ મેન્ટેન કરવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારના નિર્દેશ માનવા પડશે
આ ઉપરાંત આઉટલેટ ખોલવા અને બંધ કરવા માટે પણ સરકારના નિર્દેશ માનવા પડશે. હાલ આ યૂનિવર્સલ સર્વિસ ઓબ્લીગેશન ઉત્તર પૂર્વમાં લાગૂ હતું. સરકારે આ નિર્ણય તાજેતરમાં જ થયેલા પેટ્રોલ-ડીઝલની સમસ્યાના ઉકેલ માટે લીધો છે. હવે આ નિર્ણય બાદ ખાનગી કંપનીઓની માનમાની નહી કરી શકે. 


કંપનીઓ સપ્લાયમાં કરી રહી છે કાપ
ખાનગી ક્ષેત્રની ફ્યૂલ રિટેલ કંપનીઓ નુકસાનને ઓછુ કરવા માટે સપ્લાયમાં કાપ કરી રહી છે. ઓઇલ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું 'સરકારે હવે આંતરિયાળ આરઓ સહિત તમામ પેટ્રોલ પંપ માટે યૂએસઓ દાયરાનો વિસ્તાર કર્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે તેના અંતગર્ત જે સંસ્થાઓને છુટક પેટ્રોલ અને ડીઝલના લાઇસન્સ આપવામાં આવ્યા છે. તે તમામ દુકાનો પર તમામ રિટેલર ગ્રાહકો માટે યૂએસઓનો વિસ્તાર કરવા માટે બાધ્ય રહેશે. 


નિયમ નહી માન્યા તો લાઇસન્સ થઇ જશે રદ
નિયમોનું પાલન નહી કરવા પર લાઇસન્સ રદ કરવામાં આવે છે. મંત્રાલયે કહ્યું કે 'બજારમાં ઉચ્ચ સ્તરની ગ્રાહક સેવઓને સુનિશ્વિત કરવા અને બજારમાં અનુશાસન હેઠળ યૂએસઓનું પાલન સુનિશ્વિત કરવા માટે આમ કરવામાં આવ્યું છે. આ પગલું મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને ગુજરાત જેવા સાર્વજનિક ક્ષેત્રની ફર્મો દ્રારા સંચાલિત કેટલાક પેટ્રોલ પંપો પર માંગ અચાનક વધ્યા બાદ સ્ટોક પુરો થયા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારા બાદ ખાનગી રિટેલ વિક્રેતાએ પરિચાલનમાં કાપ કર્યો, કારણ કે તે સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓની ઓછા દરવાળી સાથે પ્રતિસ્પર્ધા કરી શકતા ન હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube