Petrol-Diesel Price: અહીં મળી રહ્યું છે સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરના નવા ભાવ
Petrol Diesel Price update: દેશમાં વધતી મોંઘવારીમાં પણ એક શહેર એવું છે, જ્યાં પેટ્રોલ-ડીઝલ ઘણું સસ્તું મળી રહ્યું છે. અહીં. પેટ્રોલ 84.10 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. અહીં જાણો તમારા શહેરના તાજા ભાવ...
Petrol-Diesel Price Today 10th July 2022: સરકારી ક્રુડ ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. આજે 50 મો દિવસ છે, જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર આવ્યો નથી. છેલ્લી વખત 21 મેના કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદથી દેશભરમાં પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું છે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ કેટલાક રાજ્યોમાં પણ વેટ ઘટાડવામાં આવ્યું છે. જેના કારણે લોકોને પેટ્રોલ-ડીઝલના થતાં ખર્ચમાં રાહત મળી છે.
ક્યાં છે સૌથી મોંઘું અને સસ્તું પેટ્રોલ?
દેશભરમાં જ્યા એક તરફ મોંઘવારી આસમાને પહોંચી રહી છે. ત્યારે પોર્ટ બ્લેયરમાં સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ વેચાઈ રહ્યું છે. પોર્ટ બ્લેયરમાં પેટ્રોલ 84.10 રૂપિયા પ્રતિ લિટર, ત્યારે ડીઝલ 79.74 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. પોર્ટ બ્લેયર આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહની રાજધાની છે. ત્યાં તમને ફરવા માટે ઘણી જગ્યાઓ ઉપરાંત તમારી રજાઓનો આનંદ માણવા માટે ઘણું બધું છે. જો તમે ત્યાં જાઓ છો, તો સસ્તું પેટ્રોલ-ડીઝલ લઈ શકો છો.
વીજળીના બિલથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છો, તો સરકારની આ સ્કિમ તમારી સમસ્યાને કરશે દૂર
જાણો તમારા રાજ્યના ભાવ?
ગુજરાતમાં પેટ્રોલ 96.39 રૂપિયા અને ડીઝલ 92.15 રૂપિયા પ્રતિ લિટર
દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઇમાં પેટ્રોલ 111.35 રૂપિયા અને ડીઝલ 97.28 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લિટર
નોઇડામાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.96 રૂપિયા પ્રતિ લિટર
લખનઉમાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લિટર
જયપુરમાં પેટ્રોલ 108.48 રૂપિયા અને ડીઝલ 93.72 રૂપિયા પ્રતિ લિટર
તિરુવનંતપુરમમાં પેટ્રોલ 107.71 રૂપિયા અને ડીઝલ 96.52 રૂપિયા પ્રતિ લિટર
પોર્ટબ્લેયરમાં પેટ્રોલ 84.10 રૂપિયા અને ડીઝલ 79.74 રૂપિયા પ્રતિ લિટર
પટનામાં પેટ્રોલ 107.24 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામમાં પેટ્રોલ 97.18 રૂપિયા અને ડીઝલ 90.05 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરૂમાં પેટ્રોલ 101.94 રૂપિયા અને ડીઝલ 87.89 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વરમાં પેટ્રોલ 103.19 રૂપિયા અને ડીઝલ 94.76 રૂપિયા પ્રતિ લિટર
ચંડીગઢમાં પેટ્રોલ 96.20 રૂપિયા અને ડીઝલ 84.26 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદમાં પેટ્રોલ 109.66 રૂપિયા અને ડીઝલ 97.85 રૂપિયા પ્રતિ લિટર
ભારતીયો માટે વિદેશ જવું થશે સસ્તુ, સરકારની આ જાહેરાત સાંભળીને નાચી ઉઠશો
દરરોજ સવારે 6 વાગે જાહેર કરાય છે નવા ભાવ
તમને જણાવી દઈએ કે, પેટ્રોલ-ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 વાગે અપડેટ થયા છે. તમે ઘરે બેઠા પણ તમારા શહેરના ભાવ જાણી શકો છો. તેના માટે માત્ર તમારે તમારા મોબાઈલ ફોનથી એક SMS કરવાનો રહેશે. ઇન્ડિયન ઓઇલના કસ્ટમર RSP લખી 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખી 9223112222 નંબર પર SMS મોકલી જાણકારી મેળવી શેક છે. ત્યારે, એચપીસીએલ ગ્રાહક HPPrice લખી 9222201122 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube