ભારતીય ઓઈલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્રૂડ ઓઈલના ભાવના આધારે રોજ અપડેટ  કરવામાં આવે છે. દરરોજ સવારે 6 વાગે ભારતીય ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સંશોધન કરે છે. જે પ્રકારે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તે જોતા કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલનો ભાવ પણ 2થી 3 રૂપિયા સસ્તો થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ થઈ રહ્યો છે આ દાવો?
માર્ચે 2024થી અત્યાર સુધીમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 12 ટકા સુધીનો ઘટાડો થઈ ચૂક્યો છે. આવામાં ઓઈલ બજારો અને રિફાઈનિંગ કંપનીઓનો માર્જિન વધ્યો છે. આ કારણે કહેવાય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટી શકે છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં ઈમ્પોર્ટ થનારા  ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત સપ્ટેમ્બરમાં ઘટીને 74 ડોલર પ્રતિ બેરલ થઈ છે. 


છેલ્લે માર્ચમાં ઘટ્યા હતા ભાવ
અત્રે જણાવવાનું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચ 2024માં 2 રૂપિયાનો ઘટાડો થ યો હતો. હવે જોવાનું એ રહેશે કે દેશમાં ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે ઘટશે. સામાન્ય રીતે ક્રૂડ ઓઈલના ભાવ રૂપિયાની સરખામણીએ અમેરિકી ડોલરની કિંમત, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલાતા ટેક્સ અને દેશમાં ફ્યૂલની માંગણી પર ઈંધણની કિંમત પર નિર્ભર હોય છે. 


મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ


શહેર પેટ્રોલ ડીઝલ
     
દિલ્હી 94.72 87.62
મુંબઈ 104.21 92.15
કોલકાતા 103.94 91.76
ચેન્નાઈ 100.75 92.34

રાજ્યો પ્રમાણે પેટ્રોલનો ભાવ


રાજ્યો પ્રમાણે ભાવ પેટ્રોલ ડીઝલ
     
આંદમાન નિકોબાર 82.42 78.01
આંંધ્ર પ્રદેશ 108.29 96.17
અરુણાચલ પ્રદેશ 90.92 80.44
અસમ 97.14 89.38
બિહાર 105.18 92.04
ચંડીગઢ 94.24 82.4
છત્તીસગઢ 100.39 93.33
દાદરા નગર હવેલી 92.51 88
દમણ અને દીવ 92.32 87.81
દિલ્હી 94.72 87.62
ગોવા 96.52 88.29
ગુજરાત 94.71 90.39
હરિયાણા 94.24 82.4
હિમાચલ પ્રદેશ 95.89 87.93
જમ્મુ અને કાશ્મીર 99.28 84.61
ઝારખંડ 97.81 92.56
કર્ણાટક 102.86 88.94
કેરળ 107.56 96.43
મધ્ય પ્રદેશ 106.47 91.84
મહારાષ્ટ્ર 103.44 89.97
મણિપુર 99.13 85.21
મેઘાલય 96.34 87.11
મિઝોરમ 93.93 80.46
નાગાલેન્ડ 97.7 88.81
ઓડિશા 101.06 92.64
પુડુચેરી 94.34 84.55
પંજાબ 94.24 82.4
રાજસ્થાન 104.88 90.36
સિક્કિમ 101.5 88.8
તમિલનાડુ 100.75 92.34
તેલંગણા 107.41 95.65
ત્રિપુરા 97.47 86.5
ઉત્તર પ્રદેશ 94.56 87.66
ઉત્તરાખંડ 93.45 88.32
પશ્ચિમ બંગાળ 104.95 91.76

આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.  


તમને જણાવી દઈએ કે દરરોજ સવારે 6.30 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જો કિંમત બદલાય છે તો તે વેબસાઇટ પર અપડેટ થાય છે. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.