આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલમાં થઈ શકે છે `ધરખમ` ભાવઘટાડો, આટલા રૂપિયા સસ્તુ થઈ શકે
અમેરિકી એજન્સી એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનના રિપોર્ટ મુજબ અમેરિકામાં ક્રુડ ઓઈલનો ભંડાર 63 લાખ બેરલની બઢત સાથે 42.27 કરોડ બેરલ થઈ ગયો છે. છેલ્લા પાંચ અઠવાડિયાથી અમેરિકાના ક્રુડ ઓઈલના ભંડારમાં સતત વધારો થઈ રહ્યો છે.
નવી દિલ્હી: છેલ્લા આઠ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવો વધ્યા નથી. અત્યાર સુધી પેટ્રોલની કિંમતોમાં દિલ્હીમાં 1.73 રૂપિયા, કોલકાતામાં 1.70 રૂપિયા, મુંબઈમાં 1.71 રૂપિયા અને ચેન્નાઈમાં 1.72 રૂપિયાની રાહત મળી ચૂકી છે. અમેરિકામાં સતત કાચા તેલના ભંડાર વધવાથી ગુરુવારે ફરી ભાવો પર દબાણ સર્જાયું. ક્રુડ ઓઈલના ભાવમાં આ મહિનાની શરૂઆતમાં આવેલી જોરદાર તેજી બાદ ભાવોમાં હવે નરમાશ જોવા મળી રહી છે. છેલ્લા 21 દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં લગભગ 11 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો જોવા મળ્યો છે. ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાની અસર ભારતમાં જોવા મળી રહી છે.
અમેરિકી એજન્સી એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનના રિપોર્ટ મુજબ અમેરિકામાં ક્રુડ ઓઈલનો ભંડાર 63 લાખ બેરલની બઢત સાથે 42.27 કરોડ બેરલ થઈ ગયો છે. છેલ્લા પાંચ અઠવાડિયાથી અમેરિકાના ક્રુડ ઓઈલના ભંડારમાં સતત વધારો થઈ રહ્યો છે.
તહેવારોની સીઝનમાં જનતાને રાહત, આજે પણ ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઈન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ (આઈસીઈ) પર બ્રેન્ટ ક્રુડના ડિસેમ્બર કરાર ગત સત્રની સરખામણીએ ગુરુવારે 1.28 ટકાની નબળાઈ સાથે 75.46 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર થઈ રહ્યો હતો. આ અગાઉ બ્રેન્ટ ક્રુડનો ભાવ ગગડીને 75.37 ડોલર સુધી આવી ગયો હતો. જે છેલ્લા લગભગ ત્રણ મહિનાનું સૌથી નીચું સ્તર છે. છેલ્લા 21 દિવસોમાં બ્રેન્ડ ક્રુડના ભાવોમાં 11 ડોલર પ્રતિ બેરલથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. 3 ઓક્ટોબરના રોજ બ્રેન્ટ ક્રુડનો ભાવ 86 ડોલર પ્રતિ બેરલ પાર કરી ગયો હતો.
ન્યૂયોર્ક મર્કેટાઈલ એક્સચેન્જ (નાયમેક્સ) પર અમેરિકી લાઈટ ક્રુડ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ)નો ડિસેમ્બર ડિલિવરી કરાર ગુરુવારના રોજ ગત સત્રની સરખામણીએ 0.90 ટકાના ઘટાડા સાથે 66.22 ડોલર પ્રતિ બેરલ પર બનેલો હતો. આ અગાઉ વાયદા કરાર 66.11 ડોલર સુધી ગગડ્યો હતો. અત્રે જણાવવાનું કે ડબલ્યુટીઆઈનો ભાવ પણ 3 ઓક્ટોબરના રોજ 76 ડોલરથી ઉપર જતો રહ્યો હતો.
PNB કૌભાંડ : નીરવ મોદીને સૌથી મોટો ઝાટકો, જપ્ત થઈ 255 કરોડની સંપત્તિ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર બુધવારે નવેમ્બર ડિલિવરી ક્રુડ ઓઈલ ડીલ 57 રૂપિયા એટલે કે 1.17 ટકાની મજબુતાઈ સાથે 4,944 રૂપિયા પ્રતિ બેરલ પર બંધ થયો હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલા ઘટાડા બાદ ગુરુવારે ડોમેસ્ટિક એક્સચેન્જ ઉપર પણ ક્રુડ ઓઈલમાં નરમાશ જોવા મળી શકે છે. છેલ્લા 20 દિવસોમાં એમસીએક્સ પર ક્રુડ ઓઈલના ભાવમાં લગભગ 700 રૂપિયા પ્રતિ બેરલનો ઘટાડો જોવા મળ્યો છે.
7 રૂપિયા સુધી સસ્તુ થઈ શકે છે પેટ્રોલ
જો ક્રુડ ઓઈલના ભાવમાં આ પ્રકારે જ ઘટાડો ચાલુ રહ્યો તો આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં હજુ વધુ ઘટાડો જોવા મળી શકે છે. એનર્જી એક્સપર્ટનું કહેવું છે કે આ ઘટાડો 7 રૂપિયા સુધી હોઈ શકે છે. જો કે ભાવોમાં ઘટાડો આ પ્રકારે ધીમે ધીમે જોવા મળશે.