નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદનોને ભવિષ્યમાં GST દાયરામાં લાવવામાં આવી શકે છે. નાણામંત્રીએ સંસદમાં સોમવારે કહ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદનોને GST દાયરામાં લાવવાની ભલામણ નથી પરંતુ તેને એક ટેક્સ વ્યવસ્થાના અંતગર્ત લાવવા વિશે વિચારવામાં આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આધાર સાથે રજિસ્ટ્રેશન
21 જૂનને GST કાઉન્સિલની પ્રથમ બેઠકમાં વ્યાપારિક તથા બિઝનેસમેનોને મોટી રાહત પુરી પાડવા માટે રિટર્ન દાખલ કરવાની તારીખ 2 મહિના વધારીને ઓગસ્ટ 2019 કરી દેવામાં આવી છે. નવી કંપનીઓની નોંધણી પ્રક્રિયાને સરળ બનાવતાં જીએસટી કાઉન્સિલે GST રજીસ્ટ્રેશન માટે 12 આંકડાના આધાર નંબરનો ઉપયોગ કરવાની પરવાનગી પુરી પાડવાનો નિર્ણય લીધો. ટેક્સ ચોરી રોકવાના હેતુથી પરિષદે મલ્ટીપ્લેક્સ માટે ઇ-ટિકીટ ઇશ્યૂ કરવો અનિવાર્ય કરી દીધો છે.  


કાર્યકાળ 2 વર્ષ સુધી વધાર્યો
કેંદ્વીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં પરિષદે કંપનીઓ દ્વારા ઓછા જીએસટી દરનો ફાયદો ગ્રાહકો સુધી ટ્રાંસફર કરવાનો નિર્ણય કરવા માટે એન્ટી-પ્રોફિટ ઓથોરિટીનો કાર્યકાળ 2 વર્ષ સુધી વધારી દીધો હતો. બેઠક બાદ પ્રેસ કોન્ફ્રંસમાં અજય ભૂષણ પાંડેએ આ નિર્ણયને ગ્રાહકના હિતમાં હોવાનું જણાવ્યું હતું. 



ઇલેક્ટ્રિક વાહન પર નિર્ણય નહી
પરિષદે જોકે ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટીના દર 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાના નિર્ણયને ટાળી દીધો અને મુદ્દે આગળ વિશ્લેષણ માટે અધિકારીઓની સમિતિ પાસે મોકલી દીધો. ઇલેક્ટ્રિક ચાર્જ પર પણ ચાર્જ ઓછો કરવાના મુદ્દે અંતિમ નિર્ણય લેતાં પહેલાં સમિતિ વિચાર કરશે.