• કચ્છમાં તેલનો ભંડાર છે. લગભગ ૩૦ વર્ષથી સંશોધન કરવામાં આવી રહ્યું છે, જેમાં સફળતા મળી

  • ભુજ-માંડવી હાઈવે પર આવતા ડુંગરોના પથ્થરો ઓઈલને પકડી રાખે છે

  • નલિયાથી દરિયામાં પાંચ કિલોમીટરમાં જઈએ તો એ જ પથ્થરમાં ઓઈલ અને ગેસ છે


રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :ભારતનો સૌથી મોટો વિશાળ જિલ્લો કચ્છ સંશોધન માટે જાણીતો બની ગયો છે. કચ્છમાં હજારો વર્ષો જૂની સંસ્કૃતિ મળી રહી છે. તે વચ્ચે ખુશીના સમાચાર એ છે કે કચ્છના પેટાળમાં ગેસ અને ઓઈલનો જથ્થો ધરબાયેલો છે. વૈજ્ઞાનિકો અને સંશોધનકારીઓને કઠોર પરિશ્રમ બાદ આ સફળતા મળી છે. કચ્છમાંથી ગેસ અને ઓઈલના જથ્થાના વધુ સંશોધન માટે કચ્છ યુનિવર્સિટી ખાતે અગત્યની બેઠક યોજવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે ઓએનજીસી, પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, સોસાયટી ઓફ પેટ્રોલિયમ એન્જિનિર સહિતની પેટ્રોલિયમ સંસ્થા તેમજ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કચ્છમાં આ દિશામાં સંશોધન કરવામાં આવનાર છે. પીડીઈયુ ગાંધીનગરના ડાયરેક્ટર પ્રોફેસર રાકેશકુમાર વીજે જણાવ્યું કે, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટી દ્વારા એનર્જી સિક્યોરીટી ક્ષેત્રે આ મોટો પ્રયાસ કરવામાં આવ્યો છે. કચ્છમાં તેલનો ભંડાર છે. લગભગ ૩૦ વર્ષથી સંશોધન કરવામાં આવી રહ્યું છે, જેમાં સફળતા મળી છે. હાલમાં અમદાવાદ, મહેસાણા, ખંભાત, અંકલેશ્વર સહિતના સ્થળે ઓએનજીસી દ્વારા તેલ અને ગેસનું પ્રોડક્શન કરવામાં આવે છે. હવે એ દિવસ દૂર નથી જ્યારે કચ્છમાં પણ પ્રોડક્શન શરૂ થઈ જશે. કચ્છમાં અત્યાર સુધીના સંશોધન માટે ઓએનજીસી દ્વારા ૪ હજાર કરોડનો ખર્ચ કરાયો છે. કચ્છ યુનિવર્સિટીના જીયોલોજીસ્ટ પાસે જ્ઞાનનો ભંડાર છે, જેથી કચ્છ યુનિવર્સિટીમાં સંશોધન અને રિસર્ચ માટે બેઠક યોજાઈ છે, જેમાં ઓએનજીસીના દહેરાદુન, વડોદરા અને મુંબઈથી પણ વૈજ્ઞાનિકો આવ્યા છે. કચ્છમાં તેલનો ભંડાર છે. ઓફશોર પ્લેટફોર્મ પર દરિયાના પેટાળમાં જીકે ર૮ અને જીકે ૪રમાં ઓઈલ-ગેસ મળ્યા છે. ગલ્ફ ઓફ કચ્છ નલિયા - જખૌના દરિયામાં આ કેન્દ્ર આવેલા છે. ઓએનજીસી દ્વારા આ મુદ્દે સરકારમાં જાણ કરાઈ હતી, જેથી પ્રોડક્શનની મંજૂરી મળી છે. દરિયાના પાણીમાં પ્લેટફોર્મ લગાવી અંદરથી ગેસ અને ઓઈલ મેળવાશે, જે માટે અંદાજીત ૩૬ મહિના જેટલો સમય લાગી જશે, જેથી ર૦ર૪માં કચ્છમાં ઓઈલ અને ગેસનું ઉત્પાદન શરૂ થશે. આ સાથે રોજગારીની તકો ઉભી થશે તેમજ આગામી પ થી ૬ વર્ષમાં ૧૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ ઓએનજીસી દ્વારા કરાશે. ઓફશોર પ્લેટફોર્મ પર નખત્રાણા પાસે એક બ્લોકમાં સર્વે શરૂ કરાયું છે. દેશમાં હાલની સ્થિતિએ ૬ ટકા એનર્જીમાં ગેસનો રોલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે, ર૦૩૦માં ૧પ ટકાથી વધુ હોવું જોઈએ. આ કથન સાર્થક કરવામાં કચ્છ સહભાગી બનશે. ર૦ર૪થી શરૂ થનારા ઉત્પાદનમાં કચ્છમાંથી ૭ મિલિયન ક્યુબિક મીટર ગેસનો જથ્થો મળે તેવી અપેક્ષા છે. 


આ પણ વાંચો : નવસારીમાં પતિ-પત્ની એકસાથે ચૂંટણી જંગમાં, પ્રચાર માટે કર્યું ટાઈમ મેનેજમેન્ટ 


સમુદ્રના ઊંડાણમાં પત્થરોની નીચે શું છે 
કચ્છ યુનિવર્સિટીમાં યોજાયેલી ચિંતન શિબિરમાં હાજર રહેલા પ્રોફેસર ભવાનીસિંઘ દેસાઈએ જણાવ્યું કે, જીવાસ્મિક તેલ સંપદામાંથી તેલ, ઉર્જા મેળવીએ છીએ. હાલમાં આપણે પેટ્રોલિયમ બહારથી આયાત કરીએ છીએ. જરૂરિયાત કરતા વધારે જથ્થો આપણે મંગાવીને રાખીએ છીએ, જેથી હિન્દુસ્તાનમાં જ આ જથ્થો મળે તો ખર્ચ ઘટે તેમ છે, જેથી કચ્છના સમુદ્રી વિસ્તારમાં સરકારે તેલના કૂવા ખોદવાની મંજૂરી આપી છે. જમીનમાં જથ્થો વિશાળ છે, પણ આપણને ઓછો પ્રાપ્ત થાય છે, જેથી મહત્તમ પ્રોડક્શન મેળવવા માટે ચર્ચા-વિમર્શ થશે. યુનિવર્સિટીની સાથે ઉદ્યોગોને પણ સાંકળી લેવાશે. હજી પણ ૪-પ વર્ષનો સમય લાગી જવાની શક્યતા દર્શાવી હતી. સમુદ્રના ઊંડાણમાં પથ્થરો ઉપર આવી ગયા છે, જેના નીચે આ જથ્થો છે. ઝારા-ઝુમારાના ડુંગરોમાં પણ આવા પથ્થરો જોવા મળ્યા છે, જેથી પથ્થર નીચે શું છે તે જાણવા સંશોધન કરાઈ રહ્યું છે.


આ પણ વાંચો : બે પત્નીઓ વચ્ચે પતિનો મરો... ભાજપા નેતાની બે પત્નીઓ અલગ અલગ પક્ષમાંથી લડી રહી છે ચૂંટણી


કચ્છના ડુંગરોના પથ્થરો ઓઈલને પકડી રાખે છે
કચ્છ માટે મહત્ત્વની કહી શકાય તેવી સિદ્ધિ બાબતે કચ્છ યુનિવર્સિટીના જીયોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ગૌરવ ચૌહાણે જણાવ્યું કે, નલિયાથી નારાયણ સરોવર જતા દરિયામાં અને નલિયા બ્લોકમાં ગેસ અને ઓઈલનો જથ્થો મળ્યો છે. ખાસ તો ભુજ-માંડવી હાઈવે પર આવતા ડુંગરોના પથ્થરો ઓઈલને પકડી રાખે છે. ઝારા-ઝુમારાના પથ્થરોની કેપીસિટી છે કે, તે ઓઈલને પકડી રાખે છે અને જાળવી રાખે છે. નલિયાથી દરિયામાં પાંચ કિલોમીટરમાં જઈએ તો એ જ પથ્થરમાં ઓઈલ અને ગેસ છે. કચ્છ યુનિવર્સિટી, પીડીઈયુ અને ઓએનજીસી આ ઉત્તમ તક છે. અમે રિસર્ચની વિગતો આપશું, તેઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપશે. આગામી સમયમાં તમામ વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસ ઉપયોગી સાબિત થશે. કચ્છના પેટાળમાં હાઈડ્રોકાર્બન છે. ઓફશોર દરિયામાં અને ઓનશોર જમીન પર ડુંગરોમાં ગેસ ડીટેક્ટ થઈ ચૂક્યો છે. કચ્છમાં જે ગેસ મળશે તે ઈકોનોમીમાં પણ ઉપયોગમાં લેવાશે. દુબઈની પરિકલ્પના થોડા વર્ષો બાદ કચ્છમાં પણ સાર્થક થશે.