Petrol-Diesel Price Today: લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 24 મે માટે પેટ્રોલ અને ડીઝલની નવીનતમ ભાવ યાદી બહાર પાડવામાં આવી છે. ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની લેટેસ્ટ પ્રાઇસ લિસ્ટ જાહેર કરી છે અને લેટેસ્ટ લિસ્ટ મુજબ 24 મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 24મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એવા જ છે અને અહીં કોઈ ફેરફાર થયો નથી. અહીં તમે તમારા શહેરની સ્થિતિ જાણી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના મેટ્રોપોલિટન શહેરોમાં કેટલાં છે પેટ્રોલ-ડીઝલના ભાવ?


શહેર     પેટ્રોલ        ડીઝલ


દિલ્હી    94.72         87.62
મુંબઈ     104.21         92.15
કોલકાતા     103.94         90.76
ચેન્નાઈ     100.75         92.32
બેંગલુરુ     99.84         85.93
લખનૌ     94.65         87.76
નોઇડા     94.83         87.96
ગુરુગ્રામ     95.19         88.05
ચંદીગઢ     94.24         82.40
પટના     105.18         92.04
અમદાવાદ     94.50          90.17

પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલો વધારો થયો?
ગઈકાલે અમદાવાદમાં પેટ્રોલનો જે ભાવ હતો લીટરનો એમાં આજે 27 પૈસાનો વધારો થયો છે. બીજી તરફ ગઈકાલ કરતા અમદાવાદમાં ડીઝલના ભાવમાં પણ આજે 27 પૈસાનો વધારો થયો છે. આજનો દિવસ અમદાવાદીઓને પેટ્રોલ અને ડીઝલ બન્ને મોંઘા જ પડશે.


પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થયું?
જો મેટ્રોની વાત કરીએ તો કેન્દ્ર સરકારની આ રાહત બાદ નવી દિલ્હીમાં પેટ્રોલની નવીનતમ કિંમત 96.72 રૂપિયાથી ઘટીને 94.72 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં રૂ.106.31ને બદલે રૂ.104.21, કોલકાતામાં રૂ.106.03ને બદલે રૂ.103.94 અને ચેન્નાઇમાં રૂ.102.63ને બદલે રૂ.100.75 થઇ ગયા છે. ડીઝલની વાત કરીએ તો, દિલ્હીમાં નવીનતમ ભાવ 89.62 રૂપિયાને બદલે 87.62 રૂપિયા હશે. તે જ સમયે, મુંબઈમાં નવીનતમ ભાવ 94.27 રૂપિયાને બદલે 92.15 રૂપિયા છે, કોલકાતામાં તે 92.76 રૂપિયાને બદલે 90.76 રૂપિયા છે અને ચેન્નાઈમાં તે 94.24 રૂપિયાને બદલે 92.32 રૂપિયા છે.


રોજ કોણ બહાર પાડે છે પેટ્રોલ-ડીઝલનો ભાવ-
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.


ઘરેબેઠાં બેઠાં કઈ રીતે ચેક થશે પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.