પેટ્રોલના ભાવમાં સતત પાંચમા દિવસે વધારો, જાણો શું છે આજનો ભાવ
પેટ્રોલ (Petrol)ના ભાવમાં સતત પાંચમા દિવસે સોમવારે વધારાના સિલસિલો યથાવત રહ્યો જ્યારે ડીઝલ (Deisel)ના ભાવમાં છઠ્ઠા દિવસે કોઇ ફેરફાર થયો નથી. દેશની રાજધાની દિલ્હીમાં લગભગ દોઢ મહિના બાદ પેટ્રોલના ભાવ 74 રૂપિયા પ્રતિ લીટરને પાર થઇ ગયું છે.
નવી દિલ્હી: પેટ્રોલ (Petrol)ના ભાવમાં સતત પાંચમા દિવસે સોમવારે વધારાના સિલસિલો યથાવત રહ્યો જ્યારે ડીઝલ (Deisel)ના ભાવમાં છઠ્ઠા દિવસે કોઇ ફેરફાર થયો નથી. દેશની રાજધાની દિલ્હીમાં લગભગ દોઢ મહિના બાદ પેટ્રોલના ભાવ 74 રૂપિયા પ્રતિ લીટરને પાર થઇ ગયું છે. દિલ્હીમાં પેટ્રોલ 74.05 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. આ પહેલાં પાંચ ઓક્ટોબર 2019ના રોજ દિલ્હીમાં પેટ્રોલ 74.04 રૂપિયા પ્રતિ લીટર હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં થોડા દિવસો પહેલાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ સોમવારે સ્થિરતા જોવા મળી હતી પરંતુ બ્રેંટ ક્રૂડનાભાવ લગભગ બે મહિનામાં ઉંચા સ્તર પર છે.
ઓઇલ વિતરણ કંપનીઓ સતત પાંચમા દિવસે દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં 16 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે, પરંતુ ડીઝલમાં સતત છઠ્ઠા દિવસે કોઇ ફેરફાર થયો નથી.
ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ વધીને ક્રમશ: 74.05 રૂપિયા, 76.74 રૂપિયા, 79.71 રૂપિયા અને 76.97 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. ચારેય મહાનગરોમાં ભાવ પૂર્વવત ક્રમશ: 65.79 રૂપિયા, 68.20 રૂપિયા, 69.01 રૂપિયા અને 69.54 રૂપિયા પ્રતિ લીટર છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube