Petrol-Diesel Price Today: અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવ (Crude Oil Price) માં સામાન્ય વધારો જોવા મળ્યો છે. જોકે શુક્રવારે ક્રૂડ ઓઇલમાં સામાન્ય ઘટાડો જોવા મલ્યો હતો. સામાન્ય ઉતાર ચઢાવ સાથે ક્રૂડ ઓઇલ થોડા દિવસોથી 80-85 ડોલર પ્રતિ બેરલની આસપાસ કારોબાર કરી રહ્યું છે. શુક્રવારે ક્રૂડ ઓઇલ (બ્રેંટ ક્રૂડ) ના ભાવ 0.04 ટકાનો ઘટાડો દર્શાવતા 8.133 ડોલર પ્રતિ બેરલની આસપાસ આવી ગયું છે. હાલમાં આખા દેશમાં લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) ચાલી રહી છે અને આ દરમિયાન ઓઇલ કંપનીઓ તરફથી 1 જૂન 2024 માટે પેટ્રોલ ડીઝલ્ના ભાવ જાહેર કરી ચૂકી છે. આવો જાણીએ દેશના મહાનગરો અને કેટલાક સિલેક્ટેડ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol-Diesel Price Today) છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયદા બજારમાં શું છે ભાવ
શુક્રવારે વાયદાના વેપારમાં ક્રૂડ ઓઇલના ભાવ 0.02 ટકા ઘટીને રૂ. 6,487 પ્રતિ બેરલ થયા હતા કારણ કે નબળા હાજર માંગને પગલે વેપારીઓએ તેમના સોદામાં ઘટાડો કર્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, જૂનમાં ડિલિવરી માટે ક્રૂડ ઓઇલનો કોન્ટ્રાક્ટ રૂ 1 અથવા 0.02 ટકા ઘટીને રૂ. 6,487 પ્રતિ બેરલ થયો હતો. 5,683 લોટમાં વેપાર થયો હતો. વૈશ્વિક સ્તરે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ ઓઈલ 0.23 ટકા ઘટીને $77.73 પ્રતિ બેરલ થઈ ગયું છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $81.83 પર ટ્રેડ થઈ રહી છે, જે 0.04 ટકાનો ઘટાડો દર્શાવે છે.


New Rules: કામના સમાચાર, આધારથી માંડીને ડ્રાઇવિંગ લાઇસન્સ સુધી આજથી બદલાઇ ગયા નિયમો


જાણો મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ


શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 94.72 87.62
મુંબઇ 104.21 92.15
કોલકાતા 103.94 90.76
ચેન્નઇ 100.75 92.32
બેંગલુરૂ 99.84 85.93
લખનઉ 94.65 87.76
નોઇડા 94.83 88.05
ગુરૂગ્રામ 95.19 88.05
ચંદીગઢ 82.40 82.40
પટના 105.18 92.04

તાજેતરમાં જ ઘટ્યા હતા ભાવ
તમને જણાવી દઇએ કે માર્ચ મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા હતા. પેટ્રોલ ડીઝલના ભાવમાં 2-2 રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ તેમછતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાયા નથી. 


OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે Public sector Oil Marketing Companies (OMCs) એટલેકે, દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.


La Nina દેશમાં મચાવી શકે છે તબાહી, બે મહિના ધોધમાર વરસશે વાદળ, રાહત સાથે આફત


કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.


તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તેપોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.


પેટ્રોલના નવા ભાવ કેવી રીતે જાણી શકાય-
પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ના ભાવ દરરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગે અપડેટ થઇ જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ તમે એસએમએસ દ્રારા પણ જાણી શકો છો. (How to check diesel petrol price daily). ઇન્ડીયન ઓઇલ (Indian Oil) ના કસ્ટમર RSP સ્પેસ પેટ્રોલ પંપનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ (BPCL) ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તો બીજી તરફ એચપીસીએલ (HPCL) ના ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર ભાવ જાણી શકે છે.