• પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો

  • પેટ્રોલમાં 80 અને ડીઝલમાં 82 પૈસાનો વધારો

  • સાડા પાંચ મહિના પછી ગુજરાતમાં ફરીથી પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર


સપના શર્મા/અમદાવાદ :દેશના 5 રાજ્યોમાં ચૂંટણી પૂરી થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થઈ રહ્યો છે. સતત ભાવ વધારો થઈ રહ્યો છે. ઓઈલ કંપનીઓએ ફરી પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાની જાહેરાત કરી છે. મંગળવારે પેટ્રોલ અને ડીઝલા ભાવમાં 80-80 પૈસાનો વધારો થયો છે. આજે બુધવારે સવારથી ગુજરાતના પેટ્રોલ પંપો પર આ નવો ભાવ લાગુ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 દિવસમાં 8 વાર ભાવ વધ્યા
ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં 9 દિવસોમાં 8 વાર વધારો થઈ ચૂક્યો છે. દેશભરમાં 22 માર્ચથી અત્યાર સુધી પેટ્રોલ 5.60 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. નવા વધારા બાદ નવો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે નવમી વખત વધારો થતા ગુજરાતમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયુ છે. આજે અમદાવાદમાં પેટ્રોલનો પ્રતિ લિટરનો ભાવ 100. 66 રૂપિયા છે. છેલ્લા આઠ દિવસથી થઇ રહેલા વધારાને કારણે પેટ્રોલમાં 5.20 રૂપિયા જયારે ડીઝલમાં 5. 60 પૈસા વધારા સાથે મળી રહ્યું છે. આજે પણ ગુજરાતમાં પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 82 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલનો ભાવ વધતા લોકોમાં અસંતોષ વધ્યો છે. વધતા ભાવ સામે કોઈ અંકુશ ન હોવાથી લોકો ચિંતામાં મૂકાયા છે. 


આ પણ વાંચો : બોર્ડની પરીક્ષાના ટેન્શને બે દિવસમાં બે વિદ્યાર્થીઓનો ભોગ લીધો, બંનેના હાર્ટ એટેકથી મોત


ક્યારે કેટલો વધારો થયો?


  • 22 માર્ચે પેટ્રોલમાં 80, ડીઝલમાં 84 પૈસા

  • 23 માર્ચે પેટ્રોલમાં 80, ડીઝલમાં 82 પૈસા

  • 25 માર્ચે પેટ્રોલમાં 79, ડીઝલમાં 82 પૈસા

  • 26 માર્ચે પેટ્રોલમાં 80, ડીઝલમાં 80 પૈસા

  • 27 માર્ચે પેટ્રોલમાં 50, ડીઝલમાં 57 પૈસા

  • 28 માર્ચે પેટ્રોલમાં 30, ડીઝલમાં 36 પૈસા

  • 29 માર્ચે પેટ્રોલમાં 80, ડીઝલમાં 72 પૈસા

  • 30 માર્ચે પેટ્રોલમાં 80, ડીઝલમાં 82 પૈસા


આજના નવા ભાવ
નવા ભાવ વધારા સાથે પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી છે. રાજ્યમાં પેટ્રોલની કિંમત સરેરાશ 100.60 રૂપિયા થઈ છે. તો ડીઝલની સરેરાશ કિંમત 94.85 રૂપિયા પ્રતિલીટર થઈ છે. પ્રિમિયમ પેટ્રોલ પ્રતિલીટર 104.24 રૂપિયાને પાર પહોંચ્યુ છે. આંતતરાષ્ટ્રીય પરિબળોને કારણે ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી પેટ્રોલના ભાવમાં 80 અને ડીઝલના ભાવમાં 82 પૈસાનો વધારો થયો છે.