ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય લોકોને દઝાડી રહ્યા છે. છેલ્લાં 15 દિવસમાં 13મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લગભગ 9.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. વધેલી કિંમતો મંગળવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇંધણના સતત વધતા ભાવથી પ્રજા પરેશાન થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પેટ્રોલમાં લીટરે 79 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલમાં લીટરે 83 પૈસાનો વધારો થયો છે. આ સાથે જ પેટ્રોલનો ભાવ 104.28 પ્રતિ લીટરે પહોંચ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ 98.60 પ્રતિલીટરે પહોંચ્યો છે. મોંઘવારી ના માર નીચે મધ્યમવર્ગ મરી રહ્યો છે, પરંતુ તેની કોઈને ફરક પડતો નથી.


પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી વધારો
તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલ, બન્નેમાં 80 પૈસા પ્રતિ લીટરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. છેલ્લાં 15 દિવસોની અંદર આ 13મી વખત ભાવ વઘારો ઝીંકાયો છે. આ વધારા સાથે અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 9.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 104.61 રૂપિયા થશે, જ્યારે ડીઝલની કિંમત 95.87 રૂપિયા પ્રતિ લીટર થશે.


પરીક્ષા બોર્ડની છે, જિંદગીની નહીં…ફરી એકવાર ધો.10નો વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ ઢળી પડ્યો, પરીક્ષાખંડમાં પ્રાણપંખેરૂ ઉડી ગયું


સીએનજીના ભાવમાં પણ વધારો
ભૂતકાળમાં સીએનજીના ભાવમાં પણ કિલો દીઠ 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ દિલ્હીમાં CNGની નવી કિંમત 61.61 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. સીએનજીના ભાવમાં પણ એક સપ્તાહમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે. એક સપ્તાહમાં તે 2.40 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે.


ગુજરાતના કેટલાક વિસ્તારો માટે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી, ગરમી પડશે કે ઠંડી જાણીને જ બહાર નીકળજો..


તમે આ નંબરો પર નવીનતમ કિંમત જાણી શકો છો
તમે SMS દ્વારા પણ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તેની માહિતી મેળવી શકો છો. આ માટે, ઇન્ડિયન ઓઇલ (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ - IOCL) ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. તમને ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર કોડ મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube