નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા સાત દિવસની વાત કરીએ તો પેટ્રોલ-ડીઝલની કિંમતમાં છ વખત વધારો થયો છે. એટલે કે પેટ્રોલ-ડીઝલની કિંમત 4.10 રૂપિયાનો વધારો થયો છે. હવે ફરી સોમવારે કિંમતમાં વધારો થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે સવારે હશે નવી કિંમત
જાણકારી પ્રમાણે સોમવારે સવારે પેટ્રોલના ભાવ 30 પૈસા અને ડીઝલના ભાવ 35 પૈસા વધ્યા છે. આ વધારો સોમવારે સવારે છ કલાકથી લાગૂ થશે. ત્યારબાદ સોમવારે સવારે પેટ્રોલનો ભાવ 99.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90.77 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે. 


22 માર્ચથી શરૂ થયો વધારો
મહત્વનું છે કે દિલ્હીમાં 22 માર્ચથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વૃદ્ધિનો સિવસિલો શરૂ થયો છે. અત્યાર સુધી તેલના ભાવમાં 4.10 રૂપિયાનો વધારો થઈ ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત નહીં થાય, ત્યાં સુધી વધારો યથાવત રહેશે. તેવામાં લોકોએ વધુ મોંઘવારી માટે તૈયાર રહેવું પડશે. 


આ પણ વાંચોઃ 1 એપ્રિલથી બદલાય જશે આ 10 મોટા નિયમ, તમારા પર પડશે સીધી અસર


7 દિવસમાં આટલો થયો વધારો
તમને જણાવી દઈએ કે છેલ્લા 7 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 4.10 રૂપિયાનો વધારો થયો છે. હવે છઠ્ઠી વખત પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 35 પૈસાનો વધારો થયા બાદ પેટ્રોલ 99.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90.77 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. 


લોકોના ખિસ્સા પર પડશે અસર
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ખુબ વધારો થઈ રહ્યો છે, જેનો ભાર જનતા પર પડી રહ્યો છે. ચાર મહિના સુધી ઈંધણની કિંમત સ્થિર રહ્યાં બાદ હવે વધરાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube