નવી દિલ્હી : પેટ્રોલ-ડિઝલની કિંમતમાં છેલ્લા ચાર દિવસોથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલ આશરે સવા રુપિયાનો તો ડિઝલમાં ડોઢ રૂપિયા જેટલો વધારો થઇ ચુક્યો છે. મોંઘા પેટ્રોલ ડિઝલનો આ ડોઝ આગામી થોડા દિવસ સુધી ચાલુ રહી શકે છે. કિંમતો વધવાનાં કારણે કાચુ તેલ મોંઘુ થવું જેના ભાવ 27 ડિસેમ્બરથી સતત વધી રહ્યા છે. હાલ કાચા તેલની કિંમત 60 ડોલર પ્રિત બેરલની આસપાસ છે. જો અહીંથી કાચા તેલની કિંમતમાં એક બે ડોલર અને ઉપર જાય છે તો, પેટ્રોલ ડિઝલની કિંમતોમાં પણ એકથી બે રૂપિયાનો વધારો થઇ શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 4 દિવસમાં પેટ્રોલનાં વધેલા ભાવ (દિલ્હીની કિંમત)


દિવસ  કેટલા વધ્યા કિંમત
13 જાન્યુઆરી  49 પૈસા ₹69.75
12 જાન્યુઆરી 19 પૈસા ₹69.26
11 જાન્યુઆરી 19 પૈસા ₹69.07
10 જાન્યુઆરી 38 પૈસા ₹68.88

 


આજે કયા શહેરમાં કેટલી કિંમત ?


શહેર    પેટ્રોલ/લીટર ડીઝલ/ લીટર
દિલ્હી ₹69.75 ₹63.69
મુંબઇ ₹75.39 ₹66.66
નોએડા ₹69.77 ₹63.17
ગુંડગાંવ  ₹70.80 ₹63.78
કોલકાતા ₹71.87 ₹65.46
ચેન્નાઇ  ₹72.39 ₹67.25