નવી દિલ્હી : પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ સોમવારે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. જેનાથી દેશમાં પેટ્રોલના ભાવમાં 18થી 20 પૈસા અને ડીઝલના ભાવમાં 26થી 28 પૈસાનો વધારો જોવા મળ્યો છે. દિલ્હીના ભાવની વાત કરીએ તો રવિવારે જ્યાં એક લિટર પેટ્રોલની કિંમત 70.95 રૂપિયા હતીએ સોમવારે 71.14 રૂપિયા પ્રતિ થઇ છે. ડીઝલનો ભાવ 65.47 રૂપિયા પ્રતિ લિટર હતો જે સોમવારે 65.71 રૂપિયા પ્રતિ લિટર થયો છે. 


મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ
મુંબઇમાં પેટ્રોલની કિંમત વધીને 76.77 રૂપિયા પ્રતિ લિટર થઇ છે. ડીઝલમાં સોમવારે 28 પૈસાનો વધારો થતાં પ્રતિ લિટર કિંમત 68.81 રૂપિયા થઇ છે. કોલકત્તા અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં ક્રમશ 18 અને 20 પૈસાનો વધારો થયો છે જેને લીધે નવો ભાવન 73.23 રૂપિયા અને 73.85 રૂપિયા પ્રતિ લિટર થયો છે. કોલક્તા અને ચેન્નઇમાં ડીઝલના ભાવ ક્રમશ 67.49 રૂપિયા અને 69.41 રૂપિયા પ્રતિ લિટર થયો છે.  વેપાર જગતના લેટેસ્ટ ન્યૂઝ જાણો