ઝી મીડિયા/બ્યૂરો :એ વાત તો નક્કી થઈ ગઈ છે કે, દેશમાં આગામી દિવસોમાં મોંઘવારી કૂદકેને ભૂસકે વધશે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત પાંચમા દિવસે પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) ના ભાવમાં વધારો કર્યો છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 60 પૈસા વધીને 74 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. જ્યારે કે ડીઝલના ભાવમાં 60 પૈસીની તેજી આવી છે. આમ આ રીતે 5 દિવસમાં પેટ્રોલ 2.74 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 2.83 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. 


અમદાવાદ : દિવસ લેખે પગાર આપવાનો વાયદો પૂર્ણ ન કરતા SVP નો નર્સિંગ સ્ટાફ ફરી વિફર્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના પેટ્રોલના ભાવ
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ (Petrol rate) નો ભાવ 74 રૂપિયા પ્રતિ લીટર થયો છે. અને ડીઝલનો ભાવ (Diesel rate)  72.22 રૂપિયે લીટર થયું છે. આ પાંચ દિવસોમાં દિલ્હીમાં પેટ્રોલ 2.74 રૂપિયે લીટર મોંઘું થયું છે. તો ડીઝલની કિંમત 2.83 રૂપિયા પ્રતિ લીટર વધી છે. તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં એક દિવસનો ઘટાડા બાદ ફરીથી તેજી જોવા મળી રહી છે. જેનાથી તેલના ભાવમાં આગળ વધુ ભાવ વધારો થાય તેવી શક્યતા છે. ગત સત્રમાં નફાખોરીને પગલે બેન્ચમાર્ક કાચા તેલ બ્રેન્ટ ક્રૂડના ભાવાં 5.89 ટકાનો ઘટાડો નોંધાયો છે. 


#StudentsLivesMatters : કોરોનામાં પરીક્ષા ન લેવા ગુજરાતભરની યુનિવર્સિટીઝ વિદ્યાર્થીઓનો વિરોધ 


પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ મંગળવારે વધીને ક્રમશ 74 રૂપિયા, 75.94 રૂપિયા, 80.98 રૂપિયા અને 77.96 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. તો ડીઝલના ભાવમાં પણ ચારેય મહાનગરોમાં વધીને ક્રમશ 72.22 રૂપિયા, 68.17 રૂપિયા, 70.92 રૂપિયા અને 70.64 રૂપિયા પ્રતિ લીટર થયું છે.