નવી દિલ્હી: પેટ્રોલ (Petrol Price) અને ડીઝલના ભાવ (Diesel Price)માં સોમવારે સતત છઠ્ઠા દિવસે વધારાનો સિલસિલો ચાલુ છે. પેટ્રોલના ભાવ હવે રેકોર્ડસ્તરના નજીક પહોંચી ગયા છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 83.71 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. જોકે તે પહેલાં રેકોર્ડ સ્તર 84 રૂપિયા પ્રતિ લીટરના નજીક છે. આગામી સમયમાં જો વધુ 30 પૈસા પેટ્રોલના ભાવ વધી જાય છે તો કેટલા રેકોર્ડ એટલે કે 84 રૂપિયા પ્રતિ લીટરનો રેકોર્ડ તૂટી જશે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 જાન્યુઆરીથી મોંઘું થશે UPI વડે ટ્રાંજેક્શન, આપવો પડશે Extra Charge


ડીઝલની અપેક્ષાએ પેટ્રોલના ભાવ વધુ વધ્યા
ઓઇલ કંપનીઓ સોમવારે ડીઝલથી વધુ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો. પેટ્રોલના ભાવમાં દિલ્હી (Delhi Petrol Price)માં 30 પૈસા, કલકત્તા (Kolkata Petrol Price) અને મુંબઇ  (Mumbai Petrol Price)માં 29 પૈસા જ્યારે ચેન્નઇ (Chennai Petrol Price)માં 28 અને ચેન્નઇ (Chennai Diesel Price)માં 24 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. 


આ છે પેટ્રોલના ભાવ (Petrol Price Today)
ઇન્ડીયન ઓઇલ (India Oil)ની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: 83.71 રૂપિયા, 85.19 રૂપિયા,  90.34 રૂપિયા, 86.51 રૂપિયા લીટર થઇ ગયું છે.

ભારતીય લોકોને લાગી Work From Homeની લત, ઘરેથી કામ કરવાના બદલામાં આપશે 10% Salary


તમને જણાવી દઇએ કે ચાર ઓક્ટોબર 2018ના રોજ ચારેય મહાનગરોમાં પેટ્રોલનો ભાવ ક્રમશ: 84 રૂપિયા, 85.80 રૂપિયા, 91.34 રૂપિયા અએ 87.33 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયા હતા. જોકે દેશમાં પેટ્રોલના ભાવ સૌથી ઉંચા સ્તર પર છે. ડીઝલના ભવા દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં સોમવારના વધારા બાદ 73.87 રૂપિયા, 80.51 રૂપિયા અએ 79.21 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. 


દિલ્હીમાં આટલા વધ્યા ભાવ
આ મહિને સતત છ દિવસના વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 1.37 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ગયું છે જ્યારે ડીઝલના ભાવમાં 1.45 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઇ ગયો છે. ગત મહિને નવેમ્બરમાં દિલ્હીમાં પેટ્રોલના ભાવમા6 1.28 જ્યારે ડીઝલના ભાવમાં 1.96 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો હતો. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube