Petrol-Diesel Price: દેશના આ શહેરમાં 33 રૂપિયા સસ્તું પેટ્રોલ વેચાઈ રહ્યું છે, ડીઝલનો ભાવ પણ 23 રૂપિયા ઓછો
Petrol-Diesel Price Today: ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા. રાષ્ટ્રીય સ્તર પર આજે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.
નવી દિલ્હી: Petrol-Diesel Price Today: ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા. રાષ્ટ્રીય સ્તર પર આજે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. કેન્દ્ર સરકાર તરફથી દિવાળી પર પેટ્રોલ ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટીમાં ભારે કાપ મૂકાયા બાદ હવે દેશના અલગ અલગ રાજ્યોમાં પણ ઓઈલ પર લાગતા VAT ને ઓછો કરાઈ રહ્યો છે. જેથી કરીને લોકોને રાહત મળી છે.
IOCL મુજબ મહાનગરોમાં લેટેસ્ટ રેટ
દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 103.97 જ્યારે ડીઝલનો 86.67 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 109.98 અને ડીઝલનો ભાવ 94.14 છે. કોલકાતામાં એક લીટર પેટ્રોલ 104.67 અને ડીઝલ 89.79 તથા ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર વેચાય છે.
મહાનગરોમાં રાજધાનીમાં ડીઝલ સસ્તુ
દેશના ચાર મહાનગરની વાત કરીએ તો સૌથી સસ્તુ પેટ્રોલ ચેન્નાઈમાં અને સસ્તુ ડીઝલ દિલ્હીમાં મળી રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ બંને ખુબ મોંઘા છે. કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ ડીઝલ પર લાગતી એક્સાઈસ ડ્યૂટી ઘટાડાયા બાદ હવે દેશના અલગ અલગ રાજ્યોમાં VAT પણ ઘટાડવામાં આવી રહ્યો છે. જો કે દિલ્હી સરકારે પેટ્રોલ અને ડીઝલના વેટમાં હાલ કોઈ કાપ મૂક્યો નથી.
સૌથી મોંઘુ પેટ્રોલ ડીઝલવાળું શહેર
જો દેશમાં સૌથી મોંઘા પેટ્રોલ-ડીઝલવાળા રાજ્યને જોઈએ તો રાજસ્થાન હાલ સમગ્ર ભારતમાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ વેચતું રાજ્ય છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 116 રૂપિયે મળે છે જ્યારે ડીઝલ 100.21 રૂપિયા પ્રતિ લીટર મળે છે. ત્યારબાદ આ રાજ્યના બીજા શહેર હનુમાનગઢમાં પેટ્રોલ 115.21 પ્રતિ લીટર અને ડીઝલ 99.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ક્યા મળે છે સૌથી સસ્તુ પેટ્રોલ?
તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં એક શહેર એવું છે જ્યાં શ્રીગંગાનગરની સરખામણીએ 33.38 રૂપિયા પેટ્રોલ અને 23.40 રૂપિય ડીઝલ સસ્તુ વેચાઈ રહ્યું છે. પોર્ટ બ્લેયર જે ભારતના આંદમાન દ્વિપ પર છે ત્યાં હાલ ડીઝલન ભાવ 80.96 રૂપિયા અને પેટ્રોલનો ભાવ 87.10 રૂપિયા પ્રતિ લીટર છે. એટલે કે હાલ અહીં સૌથી સસ્તુ પેટ્રોલ મળે છે. અત્રે જણાવવાનું કે આ ભાવ કેન્દ્ર સરકાર તરફથી એક્સાઈસ ડ્યૂટીમાં કાપ મૂકાયા બાદના છે.
કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે દિવાળીના એક દિવસ પહેલા જ પેટ્રોલમાં 5 રૂપિયા જ્યારે ડીઝલ પર 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી. આ સાથે જ રાજ્યોને પણ વેટમાં ઘટાડો કરવા જણાવ્યું હતું. જેના કારણે નાગરિકોને સસ્તા ભાવે ઓઈલ મળી શકે. આ જ કડીમાં ભાજપ શાસિત રાજ્યોએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો.
આ રાજ્યોએ ઘટાડ્યો VAT
કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડાયા બાદ અનેક રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કર્ણાટક, પુડ્ડુચેરી, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કીમ, બિહાર, મધ્ય પ્રદેશ, ગોવા, ગુજરાત, દાદરા અને નાગરહવેલી, દમણ અને દીવ, ચંડીગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ તથા લદાખ સામેલ છે. જો કે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા બિનભાજપ શાસિત રાજ્યોએ હજુ વેટમાં ઘટાડો કર્યો નથી.
સરકારનો કડક નિર્ણય: આ તારીખથી બંધ થઈ જશે ફ્રી રાશન યોજના, ખાસ જાણો કારણ
ગુજરાતમાં સસ્તુ થયું પેટ્રોલ
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (petrol diesel) માં ધરખમ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારે વેટ ઘટાડતા પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. એક તરફ કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને રાજ્ય સરકારે 7 રૂપિયાનો ઘટાડો કરતા અમદાવાદમાં પેટ્રોલ (petrol price) 95 રૂપિયા 13 પૈસા થયું છે. તો ડીઝલ (diesel price) માં કેન્દ્ર સરકારે 10 રૂપિયા અને રાજ્ય સરકારે 7 રૂપિયાનો ઘટાડો કરતા ભાવ 89 રૂપિયા 12 પૈસા થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણયને શહેરીજનોએ આવકર્યો છે. સાથે જ લોકોની દિવાળી સારી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube