નવી દિલ્હી: પેટ્રોલ અને ડિઝલના ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને થવાની શક્યતાઓ છે. જ્યારે ડિઝલ પણ નવી રોકોર્ડ બ્રેક સપાટી પર પહોંચી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં થઇ રહેલી ઉથલ પાથલની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ 81 ડોલર સુધી પહોંચી ગયા છે. મહત્વનું છે, કે ક્રુડનો આ 4 વર્ષનો સૌથી ઉચ્ચ સ્તરનો ભાવ છે. ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ એ પણ છે, કે તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદકમાં વધારો કરવાની ના પાડી દીધી છે. આ નિર્ણયથી બાદ ક્રુડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે અમેરિકાનો પ્રતિબંધ સહન કરી રહેલા ઇરાનમાં પણ પેટ્રોલનો પૂરવઠો ઓછો થઇ રહ્યો છે. જેના કારણે ભારતમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાની પાર જઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉદી અને રશિયાના નિવેદનથી 
ઓપેકના સૌથી મોટા ઉત્પાદક સાઉદી અરબ અને રશિયા દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહ્યુ છે, કે તેઓ ક્રુડના ઉત્પાદનમાં વધારો કરશે નહિ. રશિયાએ કહ્યું કે બજારમાં વધારે પડતા ક્રુડની જરૂર નથી. Opec દેશોએ કહ્યું કે પ્રતિબંધથી પ્રભાવિક ઇરાનએ કહ્યું કે તે પુરવઠો ઓછો થવથી ઉત્પાદનનમાં વધારો નહી કરે. ત્યાર બાદ ક્રુડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલે 2 ડોલરના વધારો જોવા મળ્યો અને 81 ડોલર પ્રતિ બેરલ પર પહોચ્યો છે. ઓપેકના આ નિર્ણયથી ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યાતાઓ દેખાઇ રહી છે.


  


મુંબઇમાં પેટ્રોલ પહોચ્યું 90 રૂપિયાની પાર 
મંગળવારે મુંબઇમાં પેટ્રોલની કિંમત 90.22 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. જ્યારે ડિઝલનો ભાવ 78.69 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 82.26 અને ડિઝલને 74.12 રૂપિયા પ્રતિ લીટરએ પહોંચી ગયો છે. સરકાર પહેલેથી જ એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાની ના પાડી રહી છે, સીનિયર એનાલિસ્ટ અરૂણ કેજરીવાલના જણાવ્યા પ્રમાણે, અમેરિકી પ્રતિબંધોને કારણે ઇરાને પૂરવઠો ઘટાડાની વાક કરતા જ કિંમતો 100 ડોલર પ્રતિ બેરલ પહોચે તેવી પૂરે પૂરી શક્યાતાઓ દેખાઇ રહી છે.



4 વર્ષના ઉચ્ચતમ સ્તર પર ક્રુડ 
નવેમ્બર 2014 પછી એવું પહેલી વાર બન્યું છે, કે ક્રુડ ઓઇલના ભાવ 80 ડોલર પ્રતિ બેરલ થઇ ગયા છે. જ્યારે ઇરાવ પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા પ્રતિબંધની તારીખ 4 નવેમ્બર પર નજીક આવી રહી છે. આ જ કરાણે ક્રુડ ઓઇલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટના એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, 4 નવેમ્બર બાદ હાલાક વધારે બગડી શકે તેમ છે. ભારતમાં ઇરાનથી મોટી માત્રામાં ક્રુડ ઓઇલ આયાત કરવામાં આવે છે. માટે જ ભારત પર તેની સીધી અસર જોવ મળશે. ભારતની જરૂરીયાતનું 83 ટકા ક્રુડ ઇરાન પાસેથી ખરીદી કરે છે. જ્યારે ડોલર સામે સતત રૂપિયો નબળો પડવાથી ભારતની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળશે.