નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel)ના ભાવમાં ફરી સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. પેટ્રોલ શુક્રવારે દિલ્હી અને મુંબઇમાં 12 પૈસા, કલકત્તામાં 11 પૈસા અને ચેન્નઇમાં 13 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. ડીઝલના ભાવ પણ દિલ્હી અને કલકત્તામાં 15 પૈસા જ્યારે મુંબઇમાં ચેન્નઇમાં 16 પૈસા પ્રતિ લીટરે ઘટાડો થયો છે. ઇન્ડીયન ઓઇલની વેબસાઇટના અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ઘટીને ક્રમશ: 73.42 રૂપિયા, 76.07 રૂપિયા, 79.03 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ પણ ઘટીને ક્રમશ: 66.60 રૂપિયા, 68.96 રૂપિયા, 69.81 રૂપિયા અને 70.35 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jioની ફરીથી મોટી જાહેરાત, હવે આ યૂઝર્સને નહી ચૂકવવા પડે કોલિંગના પૈસા


આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થોડા દિવસોથી નરમાઇ જોવા મળતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જેથી તહેવારની સીઝનમાં દેશના લોકોને મોંઘવારીની રાહત મળશે. બજારના જાણકારો જણાવે છે કે ઓઇલના ભાવ વધવાથી માલભાડામાં વૃદ્ધિ થાય છે જેથી વસ્તુઓ અને સેવાઓના મૂલ્યોમાં પણ વધારો થાય છે.