સતત પાંચમા દિવસે પેટ્રોલના ભાવમાં રાહત, ડીઝલના ભાવ યથાવત, આ રહ્યો આજનો ભાવ
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતમાં નરમાઇનો ફાયદો સ્થાનિક બજારમાં જોવા મળી રહ્યો છે. ગત લગભગ 20 દિવસથી પેટ્રોલના ભાવમાં ઘટાડો યથાવત રહ્યો છે. રાજધાની દિલ્હીમાં શુક્રવારે સવારે પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી અને આ જૂના સ્તર યથાવત છે.
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતમાં નરમાઇનો ફાયદો સ્થાનિક બજારમાં જોવા મળી રહ્યો છે. ગત લગભગ 20 દિવસથી પેટ્રોલના ભાવમાં ઘટાડો યથાવત રહ્યો છે. રાજધાની દિલ્હીમાં શુક્રવારે સવારે પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી અને આ જૂના સ્તર યથાવત છે. આ પહેલાં રવિવારે પેટ્રોલમાં 9 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં સોમવારે 6 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. દિલ્હીમાં શુક્રવારે સવારે પેટ્રોલ જૂના સ્તર પર 71.99 રૂપિયા અને ડીઝલ 65.43 રૂપિયાન સ્તર પર યથાવત રહ્યો.
20 સપ્ટેમ્બરે યોજાશે GST Councilની 37મી બેઠક, આ મુદ્દા પર ચર્ચા સંભવ
મેટ્રો સિટીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
શુક્રવારે સવારે કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં ક્રમશ: 74.69 રૂપિયા, 77.65 રૂપિયા અને 74.78 રૂપિયા પ્રતિ લીટર પર રહ્યો. આ ઉપરાંત ત્રણેય મહાનગરોમાં ડીઝલના ભાવ ક્રમશ: 67.81 રૂપિયા, 68.60 રૂપિયા અને 69.14 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. તમને જણાવી દઇએ કે પેટ્રોલાન ભાવમાં ગત પાંચ દિવસથી અને ડીઝલના ભાવમાં ગત ચારથી કોઇ ફેરફાર થયો નથી.
મોંઘવારીના તમામ રેકોર્ડ તોડી શકે છે સોનું, અત્યારે ખરીદશો તો થશે ફાયદો
તમને જણાવી દઇએ કે 1 જુલાઇ 2019ના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 7044 રૂપિયા અને ડીઝલના ભાવ 64.27 રૂપિયા પ્રતિ લીટર હતો. પાંચ જુલાઇના રોજ રજૂ થયેલા સામાન્ય બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી અને સેસ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બંનેની કિંમતમાં તેજી આવી હતી. ઇન્ટરનેશનલ લેવલ પર WTI ક્રૂડ ડોલર પ્રતિ બેરલ અને બ્રેંટ ક્રૂડ 58.57 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો છે.