નવી દિલ્હી: અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવ બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી. સ્થાનિક બજારમાં પેટ્રોલના ભાવમાં સતત બીજા દિવસે રાહત જોવા મળી છે. જ્યારે ડીઝલના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી. રાજધાની દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલ જૂના સ્તર (બુધવાર વાળા ભાવ) 71.18 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર યથાવત રહ્યો. બુધવારે પેટ્રોલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો આવ્યો હતો. આ દરમિયાન પેટ્રોલ લગભગ 1.82 રૂપિયા તૂટ્યો હતો. આ પ્રકારે ડીઝલમાં પણ 80 પૈસાની મંદી આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો આજના તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ
દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 71.18 રૂપિયા, 76.77 રૂપિયા, 73.23 રૂપિયા અને 73.85 રૂપિયાના જૂના સ્તર પર યથાવત રહ્યા. બીજી તરફ ડીઝલના ભાવમાં 5 પૈસાનો વધારો નોંધાયો. આ તેજી બાદ દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં ભાવ ક્રમશ: 65.91 રૂપિયા, 69.03 રૂપિયા, 67.64 રૂપિયા અને 69.64 ના સ્તર પર જોવા મળ્યા. એનસીઆરમાં ગુરૂવારમાં પેટ્રોલ 71.40 રૂપિયા અને નોઇડામાં 70.89 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઇ રહ્યું છે.

ઇરાન પર ચઢાઇના મૂડમાં છે અમેરિકા, ભારતમાં મોંઘુ થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ


આજના પેટ્રોલ-ડીઝલના ભાવ


શહેરોના નામ પેટ્રોલ/લીટર ડીઝલ/લીટર
અમદાવાદ રૂપિયા 68.56 રૂપિયા 68.88
રાજકોટ રૂપિયા 68.39 રૂપિયા 68.73
સુરત રૂપિયા 68.56 રૂપિયા 68.90
વડોદરા રૂપિયા 68.29 રૂપિયા 68.61
ગાંધીનગર રૂપિયા 68.75 રૂપિયા 69.07
     


હેલમેટ વિના નહી મળે પેટ્રોલ, 1 જૂનથી આવી રહ્યો છે આ નિયમ

મેટ્રો સિટીમાં પેટ્રોલ-ડીઝલના રેટ
સ્થાનિક ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા કરે છે અને નવા ભાવ સવારે 6 વાગ્યાથી પેટ્રોલ પંપ પર લાગૂ થઇ જાય છે. ઓઇલ કંપનીઓ બજારમાં ઓઇલના ભાવના આધારે સ્થાનિક કિંમતો નક્કી કરે છે. તેના માટે 15 દિવસની સરેરાશ કિંમતોને આધાર બનાવવામાં આવે છે. આ ઉપરાંત રૂપિયા અને ડોલરના વિનિમય દરથી પણ ઓઇલના ભાવ પ્રભાવિત થાય છે.