નવી દિલ્હી: પેટ્રોલના ભાવમાં સતત ચાર દિવસની તેજી બાદ બુધવારે રાહત મળી. બુધવારે સવારે પેટ્રોલના ભાવ જૂના સ્તર 7327 રૂપિયા પ્રતિ લીટર પર રહ્યા. આ પહેલાં મંગળવારે ઓઇલ કંપનીએ દિલ્હી, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલમાં છ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. તો બીજી તરફ કલકત્તામાં 10 પૈસા પ્રતિ લીટરે ભાવ વધાર્યો હતો. જોકે ડીઝલન ભાવ સતત પાંચમા દિવસે સ્થિર છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂંક સમયમાં લોન્ચ થશે આ 5 કાર્સ, એકવાર ચાર્જ કરતાં દોડશે 250KM


તમારા શહેરનો ભાવ
ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ પર બુધવારે અપડેટ કરવામાં આવેલા ભાવ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 73.27 રૂપિયા, 75.65 રૂપિયા, 78.88 રૂપિયા અને 76.09 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ પણ જૂના સ્તર પર ક્રમશ: 66.24 રૂપિયા, 68.31 રૂપિયા અને 69.43 રૂપિયા અને 69.96 રૂપિયા પ્રતિ લીટર પર છે. 

સ્માર્ટ ટીવી સામે તમારે રહેવું પડશે સ્માર્ટ, થઇ શકે છે સુરત જેવી પોર્નવાળી ઘટના!


તમને જણાવી દઇએ કે દિલ્હીમાં પેટ્રોલના ભાવ ગત સાડા સાત મહિનાથી હાઇ લેવલ પર છે. આ પહેલાં 29 નવેમ્બર 2018ના રોજ દેશની રાજધનીમાં પેટ્રોલના ભાવ 73.24 રૂપિયા પ્રતિ લીટર હતા. ઇન્ટરનેશનલ લેવલ પર ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ 57.58 ડોલર પ્રતિ બેરલ અને બ્રેંટ ક્રૂડ 64.46 ડોલર પ્રતિ બેરલના સ્તર પર છે.