નવી દિલ્હી: અમેરિકાની માફક ચીનને સતત આપવામાં આવી રહેલી ચાર્જ વધારવાની ધમકી વચ્ચે ભારતમાં પેટ્રોલની કિંમતોમાં ઘટાડો આવ્યો છે. શુક્રવારે રાજધાની દિલ્હીમાં એકવાર ફરી પેટ્રોલના ભાવ ઘટાડો થયો. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 8 પૈસાનો ઘટાડો થયો, ત્યારબાદ એક પેટ્રોલનો ભાવ 71.10 રૂપિયા થઇ ગયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં 5 પૈસાનો વધારો થવાથી તેની કિંમત 65.96 થઇ ગઇ છે. ગત છ મહિનામાં પેટ્રોલ 1.82 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 80 પૈસા સસ્તા થયા છે. 


સવારે 6 વાગ્યાથી લાગૂ થઇ જાય છે નવા દર
સ્થાનિક ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા કરે છે અને નવા ભાવ સવારે 6 વાગ્યાથી પેટ્રોલ પંપો પર પ્રભાવી થઇ જાય છે. ઓઇલ કંપનીઓ વૈશ્વિક બજારમાં ઓઇલની કિંમતોના આધાર પર ઘરેલૂ કિંમતો નક્કી થાય છે. તેના માટે 15 દિવસની સરેરાશ કિંમતને આધાર બનાવવામાં આવે છે. આ ઉપરાંત રૂપિયા અને ડોલરના વિનિયમ દરથી ઓઇલના ભાવથી પ્રભાવિત થાય છે.