Petrol-Diesel Price Today: ડીઝલના ભાવમાં મંગળવારે સતત છઠ્ઠા દિવસે રાહત મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે પેટ્રોલના ભાવમાં સતત થઇ રહેલા વધારા પર વિરામ લાગી ગયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત પાંચ દિવસના વધારા બાદ મંગળવારે પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. જોકે ડીઝલના ભાવમાં ઘટાડો યથાવત છે. દિલ્હી અને કલકત્તામાં ડીઝલના ભાવમાં 11 પૈસા જ્યારે મુંબઇ અને ચેન્નઇમાં 12 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, મળનાર રકમમાં પાંચ ગણો વધારો


ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
ઇન્ડિયન ઓઇલની વેબસાઇટના અનુસાર, દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ યથાવત ક્રમશ: 7278 રૂપિયા, 74.86 રૂપિયા, 78.40 રૂપિયા અને 75.59 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો હતો. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ ઘટીને ક્રમશ: 66.80 રૂપિયા અને 68.59 રૂપિયા પ્રતિ લીટર, 69.97 રૂપિયા અને 70.59 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. 


જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ


શહેરોના નામ  પેટ્રોલ/પ્રતિ લીટર ડીઝલ/પ્રતિ લીટર
અમદાવાદ 70.40 રૂપિયા 70.06 રૂપિયા
રાજકોટ 70.28 રૂપિયા 69.91 રૂપિયા
સુરત 70.30 રૂપિયા 70.00 રૂપિયા
વડોદરા 69.96 રૂપિયા 69.50 રૂપિયા
ગાંધીનગર 70.39 રૂપિયા 70.05 રૂપિયા

તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.  

SAMSUNG નો આ ખાસ સ્માર્ટફોન આજથી ખરીદી શકશો, આ છે ફિચર્સ અને કિંમત


એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.