નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ચાલી રહેલા ઘટાડાની અસર ઘરેલૂ બજારમાં પણ જોવા મળી રહી છે. દિલ્હીમાં સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલમાં સતત બીજા દિવસે 7 પૈસા અને ડીઝલમાં સતત ત્રીજા દિવસે 8 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. 10 દિવસમાં પેટ્રોલમાં ફક્ત 24 પૈસા અને ડીઝલમાં 36 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો છે. રાજધાનીમાં સોમવારે પેટ્રોલ 7 પૈસા ઘટીને 71.84 રૂપિયા અને ડીઝલ 65.18 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું છે. આ પહેલાં રવિવારે પેટ્રોલમાં 8 પૈસા અને ડીઝલમાં 12 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેટ્રો સિટીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
સોમવારે સવારે કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 7,7 અને 8 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે જ ત્રણેય મહાનગરોમાં પેટ્રોલ ક્રમશ: 74.54 રૂપિયા, 77.50 રૂપિયા અને 74.63 પર પહોંચી ગયું છે. ડીઝલમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો આ ઘટીને કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ક્રમશ: 67.56 રૂપિયા, 68.33 રૂપિયા અને 68.87 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું છે.  


આશા છે કે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ઘટાડો આવશે. ઓગસ્ટમાં અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધરો થયો નથી. આ પહેલાં 31 જુલાઇ અને 24 જુલાઇના રોજ પેટ્રોલ મોંઘુ થયું છે. પાંચ જુલાઇના રોજ રજૂ થયેલા બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી અને સેસ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બંનેની કિંમતમાં તેજી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય સ્તર પર WTI ક્રૂડ 55.33 ડોલર પ્રતિ બેરલ અને બ્રેંટ ક્રૂડ 59.28 ડોલર પ્રતિ બેરલના સ્તરે છે.