બે દિવસની તેજી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ત્રીજા દિવસે રાહત, આ રહ્યો આજનો ભાવ
દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 71.17 રૂપિયા, 76.76 રૂપિયા, 73.22 રૂપિયા અને 73.84 રૂપિયાના સ્તર આવી ગયા. બીજી તરફ ડીઝલના ભાવમાં 9 થી 10 પૈસાની તેજી જોવા મળી.
નવી દિલ્હી: પેટ્રોલ ડીઝલના ભાવમાં સોમવારે અને મંગળવારે સતત બે દિવસની તેજી બાદ બુધવારે રાહત મળી. બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર જોવા ન મળ્યો. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 71.17 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 66.20 રૂપિયા પ્રતિ લીટર જૂના સ્તર પર જ રહ્યો. આ પહેલાં મંગળવારે પેટ્રોલમાં 5 પૈસા અને ડીઝલમાં 9 પૈસા પ્રતિ લીટરની તેજી આવી હતી. ગત અઠવાડિયે પેટ્રોલના ભાવમાં લગભગ 2 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 1 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો.
Oppo નો Reno સીરીઝ સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
આજના પેટ્રોલ-ડીઝલના ભાવ
દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 71.17 રૂપિયા, 76.76 રૂપિયા, 73.22 રૂપિયા અને 73.84 રૂપિયાના સ્તર આવી ગયા. બીજી તરફ ડીઝલના ભાવમાં 9 થી 10 પૈસાની તેજી જોવા મળી. આ તેજી બાદ દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં ભાવ ક્રમશ: 66.20 રૂપિયા, 69.34 રૂપિયા, 67.93 રૂપિયા અને 69.95ના સ્તર પર જોવા મળ્યા.
આજના પેટ્રોલ-ડીઝલના ભાવ
શહેરોના નામ | પેટ્રોલ/લીટર | ડીઝલ/લીટર |
અમદાવાદ | રૂપિયા 68.55 | રૂપિયા 69.18 |
રાજકોટ | રૂપિયા 68.38 | રૂપિયા 69.04 |
સુરત | રૂપિયા 68.55 | રૂપિયા 68.02 |
વડોદરા | રૂપિયા 68.28 | રૂપિયા 68.91 |
ગાંધીનગર | રૂપિયા 68.74 | રૂપિયા 69.37 |
રાણી એલિઝાબેથના બકિંગહામ પેલેસમાં સોશિયલ મીડિયા મેનેજર તરીકે કરવી છે નોકરી?
સ્થાનિક ઓઇલ કંપની દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા કરે છે અને નવા ભાવ સવારે 6 વાગ્યાથી પેટ્રોલ પંપો પર લાગૂ થાય છે. ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવના આધારે ઘરેલૂ કિંમતો નક્કી કરે છે. તેના માટે 15 દિવસની સરેરાશ કિંમતને આધાર બનાવવામાં આવે છે. આ ઉપરાંત રૂપિયો અને ડોલરના વિનિમય દરથી ઓઇલના ભાવ પ્રભાવિત થાય છે.