નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતમાં ચાલી રહેલી નરમાઇ વચ્ચે સ્થાનિક બજારમાં શુક્રવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. પેટ્રોલના ભાવમાં શુક્રવારે સતત ચોથા દિવસે કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. આ પ્રકાર ડીઝલના ભાવમાં પણ સતત ત્રીજા દિવસે જૂના સ્તર પર યથાવત છે. આ પહેલાં સતત ચોથા દિવસે ભાવમાં 32 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો હતો. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલ જૂના સ્તર 71.84 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત રહ્યો, તો બીજી તરફ ડીઝલ 65.11 રૂપિયા પ્રતિ લીટર પર સ્તર પર જોવા મળ્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે લોન્ચ થશે MOTOROLA નો નવો ફોન 'One Action', આ હશે ખાસ ફીચર્સ


તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
શુક્રવારે સવારે કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 74.54 રૂપિયા, 77.50 રૂપિયા અને 74.63 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર યથાવત રહ્યો હતો. આ તરફ કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ડીઝલ ક્રમશ: 76.49 રૂપિયા, 68.26 રૂપિયા અને 68.80 રૂપિયા પ્રતિ લીટરે વેચાઇ રહ્યું છે. જાણકારોને આશા છે કે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ વધુ ઘટાડો આવશે. 

7th Pay Commission: હવે, કર્મચારીઓનો પગાર તફાવત થશે દૂર, મળશે સમાન વેતન... જાણો


ઓગસ્ટની શરૂઆતથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાનો દૌર યથાવત છે. આ પહેલા6 31 જુલાઇ અને 24 જુલાઇના રોજ પેટ્રોલ મોંઘુ થયું હતું. પાંચ જુલાઇના રોજ રજૂ થયેલા બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી અને સેસ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બંનેની કિંમતમાં તેજી આવી હતી. ઇન્ટરનેશનલ લેવલ પર WTI ક્રૂડ 55.39 ડોલર પ્રતિ બેરલ અને બ્રેંટ ક્રૂડ 60.03 ડોલર પ્રતિ બેરલના સ્તર પર ચાલી રહ્યો છે.